Kuwait Airport પર 13 કલાકથી 60 ભારતીયો ફસાયા, જાણો શું છે કારણ?
- Flight ને Kuwait International Airport પર લેન્ડ કરવું પડ્યું
- અમેરિકાના મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી
- તેમને પ્રથમ ચાર કલાક પાણી પણ આપવામાં આવ્યું ન હતું
Indian Passengers Kuwait Airport : અરબ દેશમાં ફરી એકવાર Indians ને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા પણ અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવેલા છે. તે ઉપરાંત અનેક Indians ને અરબ દેશમાં અને ખાસ કરીને કુવૈતમાં રોજગારીની લાલચે લાવીને તેમને ગુલામ બનાવવામાં આવે છે. ત્યારે તેમને શારીરિક અને માનસિક રીતે શોષણ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં કુવૈતના એરપોર્ટ પર અનેક Indians ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું સામે આવ્યું છે કે, છેલ્લા 13 કલાકોથી Indians મુશ્કેલી ભોગવી રહ્યા છે.
Flight ને Kuwait International Airport પર લેન્ડ કરવું પડ્યું
એક અહેવાલ અનુસાર, Kuwait Airport પર ભારતીય મુસાફરો ફસાયેલા છે. તો છેલ્લા 13 કલાકથી એરપોર્ટ પર 60 ભારતીય મુસાફરો પરેશાનીમાં મૂકાયા છે. જેમને ભોજન અને પાણી પણ નથી આપવામાં આવ્યું. આ મુસાફરો મુંબઈથી માન્ચેસ્ટરની Flight માં હતા. પરંતુ આ Flight ને ટેક ઓફ કર્યાના બે કલાક બાદ જ અહીં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ Flight ને એટલા માટે લેન્ડિંગ કરાવવામાં આવી, કારણ કે વિમાનના એન્જિનમાં ખરાબી આવી હતી. જોકે ક્રૂએ એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોયો. જે બાદ Flightને Kuwait International Airport પર લેન્ડ કરવું પડ્યું હતું. ભારતીય પ્રવાસીઓને અહીં કોઈ પ્રકારની મદદ મળી રહી નથી.
આ પણ વાંચો: New York માં પાક. હોટેલ સાથે 220 મિલિયનના સોદાનો થયો પર્દાફાશ!
અમેરિકાના મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી
એરપોર્ટના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મુસાફરો ગલ્ફ એરની Flight માં હતા. જેમને એરપોર્ટ પર બેસવા માટે પણ જગ્યા આપવામાં આવી ન હતી. એક વીડિયોમાં મુસાફરો એરપોર્ટ અધિકારીઓ સાથે દલીલ કરતા પણ જોવા મળે છે. યુરોપિયન દેશ ઈંગ્લેન્ડ અને અમેરિકાના મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. પરંતુ Indians સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. એક મહિલા મુસાફરે આરોપ લગાવ્યો કે તેમણે એરપોર્ટ ઓથોરિટી પાસેથી લાઉન્જમાં જવાની પરવાનગી માંગી, પણ તેને નજરઅંદાજ કરવામાં આવી.
તેમને પ્રથમ ચાર કલાક પાણી પણ આપવામાં આવ્યું ન હતું
એરપોર્ટના અધિકારીઓ પાસપોર્ટ જોયા બાદ સુવિધા આપી રહ્યા છે. જો તમે ટ્રાન્ઝિટ વિઝા ધારક છો, તો તમને હોટલમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓએ લગભગ 2 કલાક સુધી અધિકારીઓને આજીજી કરી હતી. જે બાદ જ તેને લાઉન્જમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. અમે ધાબળા અને ખોરાકની માંગણી કરી હતી, પરંતુ તેમને પ્રથમ ચાર કલાક પાણી પણ આપવામાં આવ્યું ન હતું. લેન્ડિંગની 20 મિનિટ પહેલા Flight ના ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ફ્લોરિડામાં Donald Trump અને Justin Trudeau ની મુલાકાત, જાણો ભારતને લઈને શું ચર્ચા થઇ?