ભારતીય ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન, શ્રીલંકન કેપ્ટને રચ્યો ઈતિહાસ
ICCના તાજેતરમાં જાહેર થયેલ રેન્કિંગમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. જેમાં મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં ઉટલફેર થયો છે. એક જોરદાર ઇનિંગ બાદ શ્રીલંકન ખેલાડી વનડે રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ છે, જ્યારે ટીમ ઈન્ડિયાની કેપ્ટન અને વાઇસ કેપ્ટનને નુકસાન થયું છે.
હરમનપ્રીત-મંધાનાને થયું નુકસાન
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાને બેટ્સમેનોમાં ODI રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. હરમનપ્રીત કૌર 716 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા અને સ્મૃતિ મંધાના 714 પોઈન્ટ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથુ 758 પોઈન્ટ સાથે રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગઈ છે.
રાજેશ્વરી-દીપ્તિ શર્મા ટોપ 10માં
બોલરોની રેન્કિંગમાં ભરતી ટીમની બે ખેલાડીઓ રેન્કિંગમાં ટોપ ટેનમાં સામેલ છે. ટીમ ઈન્ડિયાની ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડ 617 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા અને સિનિયર ઓફ સ્પિનિંગ ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા દસમા નંબરે છે. બોલરોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન 751 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે.
The latest @MRFWorldwide ICC Women’s ODI Player Rankings have rewarded a consistently good performer 🙌
Details 👇https://t.co/A2C1qg1Pt0
— ICC (@ICC) July 4, 2023
શ્રીલંકાની કેપ્ટને રચ્યો ઈતિહાસ
શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેટિંગ કરતા આઠમી ODI સદી ફટકારી હતી. ચમારી અટાપટ્ટુએ 175ના સ્ટ્રાઈક રેટથી માત્ર 80 બોલમાં 140 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 11 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગનો તેને મોટો ફાયદો થયો હતો અને તે વનડે રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગઈ છે. આ સિદ્ધિ મેળવનારી તે શ્રીલંકાની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
ત્રણ મેચમાં બે સદી
ચમારી અટાપટ્ટુએ છેલ્લી ત્રણ મેચમાં બે સદી ફટકારી હતી, જે બાદ તેના રેટિંગ પોઈન્ટમાં મોટો ઉછાળો થયો હતો. ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારવા પહેલા તે સાતમાં ક્રમે હતી. સદી ફટકાર્યા બાદ તે છ કર્મના ઉછાળા સાથે ટોપ પર પહોંચી ગઈ હતી. ચમારી અટાપટ્ટુએ રેન્કિંગમાં હરમનપ્રીત, મેગ લેનિંગ લૌરા વોલ્વાર્ડ અને ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને પાછળ રાખીને ટોપ રેન્કિંગ હાંસલ કર્યું હતું.
આપણ વાંચો -આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી બન્યા ભારતીય ટીમના ચીફ સિલેક્ટર


