ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Railways : જનશતાબ્દી એક્સપ્રેસના કોચમાંથી મળ્યો સાપ, મુસાફરોમાં ગભરાટ

Indian Railways ની સુરક્ષા અને સ્વચ્છતાના દવાઓ પોકળ જન શતાબ્દી એક્સપ્રેસમાં સાપ નીકળતા હોબાળો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતાને લઈને મોટા-મોટા દાવાઓ કરે છે, પરંતુ તેનું રહસ્ય ત્યારે ખુલ્લું પડી ગયું...
09:44 PM Nov 20, 2024 IST | Dhruv Parmar
Indian Railways ની સુરક્ષા અને સ્વચ્છતાના દવાઓ પોકળ જન શતાબ્દી એક્સપ્રેસમાં સાપ નીકળતા હોબાળો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતાને લઈને મોટા-મોટા દાવાઓ કરે છે, પરંતુ તેનું રહસ્ય ત્યારે ખુલ્લું પડી ગયું...
  1. Indian Railways ની સુરક્ષા અને સ્વચ્છતાના દવાઓ પોકળ
  2. જન શતાબ્દી એક્સપ્રેસમાં સાપ નીકળતા હોબાળો
  3. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતાને લઈને મોટા-મોટા દાવાઓ કરે છે, પરંતુ તેનું રહસ્ય ત્યારે ખુલ્લું પડી ગયું જ્યારે ચાલતી ટ્રેનમાં સાપ નીકળ્યો. મળતી જાણકારી અનુસાર, જન શતાબ્દી એક્સપ્રેસમાં સાપ નીકળવાને કારણે હોબાળો મચી ગયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ટ્રેનના એસી કોચમાં સાપ જોવા મળ્યો હતો. જો કે, કોઈને સાપે ડંખ માર્યો નહતો.

ટ્રેનમાં સાપને જોઈને મુસાફરોમાં ગભરાટ ફેલાયો...

વીડિયોમાં સીટની ઉપર લગેજ રેક પર એક સાપ દેખાય છે. સાપ દેખાતા જ ટ્રેનમાં હાજર મુસાફરોમાં હંગામો મચી ગયો હતો અને લોકો પોતાની સીટ છોડીને બીજી તરફ ચાલ્યા ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા રંગનો સાપ પેસેન્જર સીટની ઉપર લગેજ એરિયામાં છે. સાપ સીટની સામે છે. આ દરમિયાન ઘણા મુસાફરો વીડિયો બનાવતા પણ જોવા મળે છે.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/media837605e0-a75a-11ef-a626-d9d4ae5bed56.mp4

આ પણ વાંચો : Jharkhand માં આ વખતે ભાજપની સરકાર!, Matrize Exit Poll અનુસાર કોને કેટલી બેઠકો મળી...

રેલ્વે પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી...

તે જ સમયે, ભારતીય રેલ્વે (Indian Railways) પ્રશાસનને ચાલતી ટ્રેનમાં સાપ આવવના મામલામાં તપાસ હાથ ધરી છે. મળતી જાણકારી અનુસાર, ટ્રેનમાં સાપ નીકળવાની ઘટના બે દિવસ પહેલા બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. CPRO હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું કે, સતત સાપ નીકળવાના કારણે રેલ્વે (Indian Railways) વિભાગે કડક પગલાં લીધા છે. રેલ્વે કોચની સફાઈના સ્થળોએ ખાસ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. ટ્રેનોમાં તૈનાત કરવામાં આવેલા એટેન્ડન્ટ્સને પણ કડક સૂચના આપવામાં આવી છે. બહારના લોકો દ્વારા ટ્રેનોમાં સાપ છોડવાના મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : UP bypolls : SP ની ફરિયાદ બાદ ચૂંટણી પંચે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા

ટ્રેનમાં સાપ જોવા મળ્યો...

આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં જબલપુર મુંબઈ ગરીબ રથ એક્સપ્રેસમાં પણ એક સાપ જોવા મળ્યો હતો. અગાઉ પશ્ચિમ મધ્ય રેલ્વેની બે ટ્રેનોમાં સાપ નીકળવાની ઘટનાઓ સામે આવી છે. ગરીબ રથ બાદ 25 સપ્ટેમ્બરે દયોદય એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં પણ એક સાપ જોવા મળ્યો હતો. આ ટ્રેન અજમેરથી જબલપુર આવી રહી હતી. કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે સીટની નીચે મોબાઈલની ટોર્ચ વડે જોયું તો જોયું કે એક સાપ બેઠો હતો.

આ પણ વાંચો : Maharashtra માં મહાયુતિ કે MVA!, Matrize એક્ઝિટ પોલમાં NDA ને 170 બેઠકો મળવાની ધારણા

Tags :
Gujarati NewsIndiajabalpur newsJanshatabdi Express trainmadhya pradesh newsNationalsnake came out in Janshatabdi Expresssnake came out in train
Next Article