પાડોશી દેશ વચ્ચે તણાવ વચ્ચે ભારતના રાજ્યકક્ષાના મંત્રી પુતિનને મળ્યા
- રશિયામાં આયોજિત કાર્યક્રમમાં રાજનાથ સિંહની જગ્યાએ રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી હાજર રહ્યા
- કાર્યક્રમ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો
- આતંકવાદ વિરૂદ્ધની કાર્યવાહીમાં ભારતનું સમર્થન કરવા બદલ પુતિનનો આભાર વ્યક્ત કરાયો
INDIAN STATE DEFENCE MINISTER MEET PUTIN : બીજા વિશ્વયુદ્ધમાં (SECOND WORLD WAR) વિજયની 80 મી વર્ષગાંઠ નિમિત્તે રશિયા (RUSSIA) માં આયોજિત કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાજ્યકક્ષાના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે (INDIAN STATE DEFENCE MINISTER - SANJAY SETH) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને (RUSSIAN PRESIDENT VLADIMIR PUTIN) મળ્યા છે. આ તકે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ સામેની લડાઈમાં રશિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. ભારત સરકારના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે આ માહિતી સોશિયલ મીડિયા પર મુકી છે.
Honoured to meet President Vladimir Putin during my Russia visit. Represented India at the banquet marking the 80th Victory Day anniversary. Expressed gratitude for Russia’s support in India’s fight against terrorism under the leadership of Hon’ble PM Shri @narendramodi Jee. pic.twitter.com/wLyd6djlBC
— Sanjay Seth (@SethSanjayMP) May 9, 2025
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળીને સન્માનિત થયાની લાગણી
ભારત સરકારના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X ટ્વીટર' પર લખ્યું કે, "રશિયાની મારી મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળીને સન્માનિત અનુભવી રહ્યો છું. 80 માં વિજય દિવસની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ભોજન સમારંભમાં મેં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે." આ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આતંકવાદ સામેની ભારતની લડાઈમાં રશિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
મેજર જનરલ ઓલેગ મોલેસીવે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું
રાંચીથી ભાજપના સાંસદ અને રાજ્ય કક્ષાના સંરક્ષણ રાજ્યમંત્રી સેઠ ગુરુવારે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા. જ્યાં ભારતીય રાજદૂત વિનય કુમાર અને રશિયન સંરક્ષણ મંત્રાલયના મેજર જનરલ ઓલેગ મોલેસીવે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે રશિયન નાયબ સંરક્ષણ પ્રધાન કર્નલ જનરલ એલેક્ઝાન્ડર ફોમિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
સેઠે શેર કરેલી માહિતી અનુસાર, આ બેઠકમાં બહુપક્ષીય સૈન્ય અને તકનીકી સહયોગ પર સકારાત્મક ચર્ચા થઈ હોવાનું જણાવ્યું છે. તેમને કહેવું છે કે, અમે હાલના સંસ્થાકીય તંત્રના માળખામાં આ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા છીએ. ભારત અને રશિયા ભવિષ્યમાં પણ નિયમિત પરામર્શ કરતા રહીશું અને પરસ્પર સહયોગ વધારીશું.
અગાઉ રાજનાથ સિંહ આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા
આ પહેલા સંજય સેઠે બીજા વિશ્વયુદ્ધના શહીદ સૈનિકોના સ્મારક પર શ્રદ્ધાંજલિ સમારોહમાં પણ હાજરી આપી હતી. અગાઉના કાર્યક્રમ અનુસાર ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં આયોજિત વિજય દિવસ પરેડમાં ભારત વતી ભાગ લેવાના હતા. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને પગલે તેમણે પોતાની મુલાકાત મુલતવી રાખી હતી.
આ પણ વાંચો --- પાકિસ્તાની સાંસદે PM શરીફને 'કાયર' ગણાવ્યા, કહ્યું 'તે મોદીનું નામ લેતા પણ ફફડે છે'