Gautam Gambhir Praise Suryakumar Yadav : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી મેચમાં યુએસએ સામે અણનમ 84 રન બનાવીને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના કારણે તેઓને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવની ઇનિંગથી ખુશ થયા છે, અને તેમણે તેને "માસ્ટરક્લાસ" તથા દબાણ હેઠળ રમાયેલી શ્રેષ્ઠ T20 ઇનિંગમાંની એક ગણાવી છે.
મુશ્કેલી પછીની જીત ખાસ હોય છે (Gautam Gambhir Praise Suryakumar Yadav)
BCCI ટીવી સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, "શરૂઆતમાં, તે સારું પરિણામ હતું. સૂર્યાની ઇનિંગ એક માસ્ટરક્લાસ હતી. તે દબાણ હેઠળ રમાયેલી શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય T20 ઇનિંગમાંની એક હતી." મેચ પછી, સૂર્યકુમાર યાદવે કહ્યું, "કેટલીક મુશ્કેલીઓ પછી મળેલી જીત મેળવવી એ એક ખાસ અનુભૂતિ છે, પરંતુ તે છોકરાઓ અને સપોર્ટ સ્ટાફ માટે પણ આંખ ખોલનાર છે. હું પહેલા આવી પરિસ્થિતિઓમાં રમી ચૂક્યો છું, તેથી મને ખબર હતી કે મારી ટીમ માટે ત્યાં રહેવું મહત્વપૂર્ણ છે."
આ પણ વાંચો -------T20 World Cup 2026/ NZ vs AFG : ચેપોકમાં રિવેન્જ કે રિપિટ? અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
દર્શકો નિરાશ થયા નહીં હોય (Gautam Gambhir Praise Suryakumar Yadav)
વધુમાં તેમણે ઉમેર્યું, "હું સમજું છું કે, તે વિકેટ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી, અને અમે આવી પરિસ્થિતિઓથી ટેવાયેલા નથી. પરંતુ તે જ સમયે, તમે બધું અવગણી શકતા નથી. આપણે સમજવું પડશે કે, અમે કેવી રીતે વધુ સારી રીતે બેટિંગ કરી શક્યા હોત. આખરે, તમે શીખો અને આગળ વધો, કામ લાગી શકે, તેમણે વધુમાં ઉમેર્યું કે, વાનખેડે સ્ટેડિયમમાં ભારતનું નેતૃત્વ કરવાનો અનુભવ ખાસ છે. મને ખબર હતી કે, જ્યારે હું આ ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં પ્રવેશ કરીશ, ત્યારે વાતાવરણ જીવંત હશે. દર્શકો નિરાશ થયા નહીં હોય."
બોલીંગ-બેટિંગ બંનેમાં મજબૂત પકડ
યુએસએ સામે પ્રથમ બેટિંગ કરતા, ભારતીય ક્રિકેટ ટીમ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, ટીમે 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવે ત્યાંથી ટીમને સ્થિર કરતા, 49 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે, જેનાથી ટીમ 161 રન સુધી પહોંચી શકી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને યુએસએને 132 રન સુધી મર્યાદિત રાખ્યું હતું, જેનાથી ટીમને 29 રનનો વિજય મળ્યો હતો. મેચમાં સિરાજે ત્રણ, અર્શદીપ અને અક્ષરે બે-બે અને વરુણ ચક્રવર્તીએ એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો ----- India vs USA Result: ભારતે જીત સાથે કર્યો વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ, USA ને 29 રને હરાવ્યું,ભારતીય બોલરોનો તરખાટ