PM મોદીએ ICC મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ સાથે કરી ખાસ મુલાકાત! જુઓ ફોટા!
- women's team india: મહિલા ODIવર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને PM મોદી મળ્યા
- PM મોદીના નિવાસ્થાને મહિલા ટીમ સાથે કરી મુલાકાત
- PM મોદીએ ટીમની ઐતિહાસિક જીત પર અભિનંદન પાઠવ્યા
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમના નિવાસસ્થાને ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે ખાસ મુલાકાત કરી હતી. ભારતીય મહિલા ટીમે રવિવારે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જેના પગલે દેશભરમાં ઉજવણીનો માહોલ છે.
women's team india: ચેમ્પિયન ટીમને PM મોદી મળ્યા, અભિનંદન પાઠવ્યા
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ટીમને તેમની ઐતિહાસિક જીત બદલ દિલથી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના જુસ્સા, સંઘર્ષ અને નોંધપાત્ર વાપસીની વિશેષ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ટીમે શરૂઆતની હાર અને સોશિયલ મીડિયા પરની ટીકાઓ છતાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઇટલ જીતી લીધું. તેમણે આ જીતને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.
પીએમ મોદીએ વિજય પછી તેમના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરીને પણ ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, "ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. આ ઐતિહાસિક વિજય ભવિષ્યના ચેમ્પિયનોને પ્રેરણા આપશે."આ પ્રસંગે ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે ભાવુક થઈને કહ્યું કે તેઓ 2017 માં પણ વડાપ્રધાનને મળ્યા હતા, પરંતુ તે સમયે તેઓ ટ્રોફી વિના ગયા હતા. હસતાં-હસતાં તેમણે ઉમેર્યું, "હવે અમે ટ્રોફી સાથે પાછા આવ્યા છીએ, અને અમે આવા પ્રસંગોએ ફરીથી પ્રધાનમંત્રીને મળવાનું ચાલુ રાખવા માંગીએ છીએ."ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ જણાવ્યું કે વડા પ્રધાન હંમેશા ટીમને પ્રેરણા આપે છે અને તેમની ઉર્જા દરેક ખેલાડીને નવી દિશા આપે છે. તેમણે કહ્યું કે આજે દેશની છોકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે, જેમાં વડા પ્રધાનના પ્રોત્સાહને મુખ્ય ભૂમિકા ભજવી છે.
women's team india: દિલ્હીમાં મહિલા ચેમ્પિટન ટીમનું કરાયું ભવ્ય સ્વાગત
મંગળવારે ભારતીય મહિલા ટીમ નવી દિલ્હી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ઢોલ અને ટ્રમ્પેટ સાથે ચેમ્પિયન દીકરીઓને વધાવી લીધી હતી.એ નોંધવું મહત્ત્વનું છે કે વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ICC તરફથી $4.48 મિલિયન (આશરે ₹40 કરોડ) ની વિક્રમી ઇનામી રકમ મળી છે. આ રકમ અગાઉની વિજેતા ટીમને મળેલી રકમ કરતાં 239 ટકા વધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા ટીમ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ભારતની ટીમ જાહેર,ઋષભ પંતની વાપસી