IndiaPakistanWar : ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે PAK ની 'Fateh-1' મિસાઇલ તોડી, ભારતીય સેના PC યોજશે
- ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની 'Fateh-1' મિસાઇલને તોડી પાડી (IndiaPakistanWar)
- ઇસ્લામાબાદ, પંજાબ, રાવલપિંડી અને લાહોરમાં વિસ્ફોટ, એર બેઝ પર વિસ્ફોટ
- સવારે 10 કલાકે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાશે, મોટી ખુલાસા થવાની વકી
IndiaPakistanWar2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. છેલ્લા બે દિવસથી પાકિસ્તાન સરહદી વિસ્તારમાં ગોળીબાર, ડ્રોન-મિસાઇલ હુમલો કરી રહ્યું છે, જેનો ભારતીય સેના મુંહતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનનાં મોટાભાગનાં ડ્રોન-મિસાઇલ તોડી પાડ્યા છે. સાથે જ 5 ડિફેન્સ સિસ્ટમ અને 2 જેટ વિમાનનાં પણ ભૂક્કા બોલાવી દીધા છે. તાજેતરની માહિતી અનુસાર, પાકિસ્તાન સેનાએ (Pakistan Army) દાવો કર્યો છે કે ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલો પણ છોડી છે. જો કે, બંને દેશ વચ્ચે ચાલી રહેલી તંગદિલી અંગે માહિતી આપવા માટે ભારતીય સેના દ્વારા સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજવવામાં આવશે.
આ પણ વાંચો - India-Pakistan War : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાને રાખી ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ
ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની 'Fateh-1' મિસાઇલને તોડી પાડી
નફ્ફટ પાકિસ્તાન તેની હરકતથી બાજ નથી આવી રહ્યું. તાજેતરની માહિતી અનુસાર, નાપાક પાકિસ્તાન દ્વારા ફરી એકવાર ભારત પર મિસાઇલ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને તેની શક્તિશાળી 'Fateh-1' મિસાઇલથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ (Indian Air Defense System) આ 'ફતેહ-1' મિસાઇલને હવામાં જ તોડી નાખી છે.
આ પણ વાંચો - India-Pakistan War : જમ્મુમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો, સંપૂર્ણ અંધારપટ, સીએમ ઓમર અબ્દુલ્લાએ તસવીર શેર કરી
ઇસ્લામાબાદ, પંજાબ, રાવલપિંડી અને લાહોરમાં વિસ્ફોટ, એર બેઝ પર વિસ્ફોટ
જણાવી દઈએ કે, વહેલી સવારે એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે પાકિસ્તાનનાં ઇસ્લામાબાદ, પંજાબ, રાવલપિંડી અને લાહોરમાં મોટા વિસ્ફોટ થયા છે. પંજાબનાં (Panjab) શોરકોટમાં રફીકી એર બેઝ અને રાવલપિંડીમાં (Rawalpindi) નૂર ખાન એર બેઝ પર વિસ્ફોટ થયો છે. અહીં, પાકિસ્તાની સેનાના ઘણા મોટા હથિયારો છે. આ એરબેઝ પાકિસ્તાન માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હવે અહીં વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્ફોટો ત્યારે થયા જ્યારે પાકિસ્તાને અમૃતસર પર ડ્રોન હુમલો (IndiaPakistanWar2025) કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો - India-Pakistan War : પાકિસ્તાનનાં ડ્રોન હુમલા બાદ BJP ના ધારાસભ્યનું નિવેદન, અમારા પ્રધાનમંત્રી સક્ષમ છે