IndPakWar2025 : નફ્ફટ પાકિસ્તાને J&K માં 15 મિસાઇલ છોડી, ભારતનો વળતો પ્રહાર, અવંતીપોરામાં ડ્રોન તોડ્યું
- નાપાક પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું (IndPakWar2025)
- પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો
- ઉરીનાં ગોહાલનને નિશાન બનાવ્યું, ભારતીય સેનાનો વળતો જવાબ
- દક્ષિણ કાશ્મીરનાં અવંતીપોરામાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું
- જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને કરી અપીલ
IndPakWar2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. નાપાક પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું છે. પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર (J&K) પર હુમલો શરૂ કરી દીધો છે. સૌ પ્રથમ, પાકિસ્તાને ઉરીનાં ગોહાલન ગામને નિશાન બનાવ્યું, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. જમ્મુ એરપોર્ટ પર સાયરન વાગવા લાગ્યા છે. જમ્મુમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થવા લાગ્યા છે. સમગ્ર જમ્મુ અને સાંબામાં અંધારપટ (Blackout) છે.
આ પણ વાંચો - India Pakistan War : તેલંગાણા સરકારે લીધો મોટો નિર્ણય, દિલ્હીમાં શરૂ કર્યો કંટ્રોલ રૂમ
અવંતીપોરામાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું
કાશ્મીર ખીણમાં (Kashmir) પણ ડ્રોન હુમલા થયા છે. દક્ષિણ કાશ્મીરનાં અવંતીપોરામાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું. કાશ્મીર ખીણમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો છે. અખનૂરમાં બ્લેકઆઉટ વચ્ચે, ભારતીય વાયુ સંરક્ષણ દળોએ (Indian Air Force) એક પાકિસ્તાની ડ્રોનને અટકાવતાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. પાકિસ્તાને (Pakistan) જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં 15 થી વધુ મિસાઇલો છોડી હોવાની માહિતી છે. ભારતીય સેનાએ તે બધાને હવામાં જ તોડી પાડી છે. રાજૌરીમાં (Rajouri) એક ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો - india Pakistan War: જેસલમેર, ફલોદીમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો
ઓમર અબ્દુલ્લાએ પણ ફોટા શેર કર્યા
જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ (CM Omar Abdullah) ટ્વિટર પર આ તસવીર શેર કરી અને લખ્યું, "જમ્મુમાં હવે અંધારપટ છે અને આખા શહેરમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે." તેમણે લખ્યું કે જમ્મુ અને તેની આસપાસના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે કૃપા કરીને રસ્તાઓ પર ન આવો, ઘરમાં રહો અથવા નજીકના કોઈપણ એવા સ્થળે રહો જ્યાં તમે આગામી થોડા કલાકો માટે આરામથી રહી શકો છો. સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો, પાયાવિહોણી કે અપ્રમાણિત ફેલાવશો નહી અને આપણે બધા સાથે મળીને આનો સામનો (IndPakWar2025) કરીશું.
આ પણ વાંચો - India-Pakistan War: યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય સેના પાકિસ્તાનને આપી રહ્યા છે વળતો જવાબ