ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiaPakistanWar2025 : હવાઇ યાત્રા કરતા પહેલા વાંચો લો આ સમાચાર, MoCA નો મોટો નિર્ણય

નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ હવે દેશના 24 એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટ્સની અવરજવર પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો છે.
08:56 PM May 09, 2025 IST | Vipul Sen
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ હવે દેશના 24 એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટ્સની અવરજવર પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો છે.
Airport_Gujarat_first
  1. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તંગદિલી વચ્ચે મોટા સમાચાર
  2. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો હાલની પરિસ્થિતિને જોતા મહત્ત્વપૂર્ણ નિર્ણય
  3. દેશના 24 એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટ્સની અવરજવર પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો
  4. પ્રતિબંધ હવે 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી અમલમાં રહેશે

IndiaPakistanWar2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તંગદિલી વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. જો તમે આવનારા દિવસોમાં હવાઇ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ હવે દેશના 24 એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટ્સની અવરજવર પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો છે. આ પ્રતિબંધ હવે 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો - India Pakistan Attack :જમ્મુ-કાશ્મીરમાં ના ઘણા શહેરોમાં ફરી બ્લેક આઉટ, ઉરી અને પૂંછમાં ગોળીબાર

પ્રતિબંધ હવે 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી અમલમાં રહેશે

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને (IndiaPakistanWar2025) ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે હેઠળ હવે દેશના 24 એરપોર્ટ પર સ્થાનિક ફ્લાઇટ્સની અવરજવર પરનો પ્રતિબંધ 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી લંબાવી દેવામાં આવ્યો છે. સુરક્ષાનાં કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ એરપોર્ટ (India Domestic Airports) પરથી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે નહીં. આ પગલાથી સંવેદનશીલ અને સરહદી વિસ્તારોનાં એરપોર્ટને અસર થશે, જેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમાં જમ્મુ, શ્રીનગર (Shrinagar), લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જામનગર (Jamnagar) અને રાજકોટ (Rajkot) સહિતના અન્ય એરપોર્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - India Pakistan Attack : ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરી બ્લેક આઉટ, કચ્છ જિલ્લામાં લાઈટો બંધ કરવા આદેશ અપાયો

ઘણી ઉડ્ડયન કંપનીઓએ મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને જોતા એક દિવસ પહેલા, ગુરુવારે, ઘણી ઉડ્ડયન કંપનીઓએ તેમના મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી અને યુદ્ધની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, દેશભરના 27 એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એર ઇન્ડિયાએ (Air India) મુસાફરોને પ્રસ્થાનનાં ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે પ્રસ્થાનનાં 75 મિનિટ પહેલા ચેક-ઇન બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો - India Pakistan War : CM ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને તતડાવ્યું, શરણાગતિ સ્વીકારી લો, નહિતર...

 

Tags :
air defence systemAir-IndiaammuAmritsarBhujchandigarhDomestic FlightsgujaratfirstnewsIndia Domestic AirportsIndia-PakistanIndia's Air StrikeIndian Air ForceIndian NaviIndian-ArmyIndiaPakistanWar2025JamnagarlehMinistry of Civil AviationMoCAModi governmentOperation SindoorOperation Sindoor 2.0OperationSindoor2Pahalgam Tarror AttackPakistanPakistan ArmyRajasthanRAJKOTSrinagarTop Gujarati New
Next Article