Pokhran માં ગર્જી ભારતની વાયુશક્તિ! 'વાયુશક્તિ-2026'માં IAFનું પ્રચંડ શક્તિ પ્રદર્શન, ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- પોખરણ (Pokhran) માં વાયુશક્તિ-2026 કવાયત
- ગુજરાત ફર્સ્ટ ' (Gujarat First) નો પોખરણ (Pokhran) થી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- વાયુશક્તિ-2026નું સાક્ષી બન્યું ગુજરાત ફર્સ્ટ ' (Gujarat First)
- 'ઓપરેશન સિંદૂર'ની તર્જ પર વાયુશક્તિ-2026
Pokhran Indian Air Force Drill: રાજસ્થાન (Rajasthan) ની મરૂભૂમિ (Desert) માં ભારતીય વાયુવીરોની પ્રચંડ દહાડથી દુશ્મનો કાંપી ઉઠ્યા છે. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય વાયુસેના (IAF) દ્વારા 'વાયુશક્તિ-2026' યુદ્ધાભ્યાસ (War Exercise) યોજવામાં આવ્યો હતો. 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ની તર્જ પર આયોજિત આ ભવ્ય કવાયતનું 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) સાક્ષી બન્યું છે, જ્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
120થી વધુ એર પ્લેટફોર્મની તાકાત
આ મહાઅભ્યાસમાં વાયુસેનાએ તેના ફાયરપાવર (Firepower) અને ટેકનિકલ કૌશલ્યનું અદભુત પ્રદર્શન કર્યું હતું. આ કવાયતમાં કુલ 120થી વધુ એર પ્લેટફોર્મ (Air Platforms) સક્રિય રીતે જોડાયા હતા, જેમાં 77 ફાઈટર જેટ (Fighter Jets), 43 હેલિકોપ્ટર (Helicopters) અને 8 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (Transport Aircraft) એ પોતાની તાકાત બતાવી હતી. રાફેલ (Rafale), સુખોઈ (Sukhoi) અને મિરાજ (Mirage) જેવા આધુનિક વિમાનોએ શત્રુની હવાઈપટ્ટી, તોપ, ટેન્ક અને ડ્રોનને નેસ્તનાબૂદ કરીને અચૂક નિશાન સાધ્યા હતા.
Pokhran Indian Air Force Drill: પોખરણમાં ગર્જી ભારતની વાયુશક્તિ!, IAFનો શક્તિ પ્રદર્શન, Gujarat First બન્યું સાક્ષી @IAF_MCC @vishvek11 @rajnathsingh @PMOIndia @HMOIndia #IAF #AirPower #MilitaryExercise #DefenceNews #IndiaDefence #AirShow #IndianForces #BreakingNews… pic.twitter.com/0s2D1VcQ1D
— Gujarat First (@GujaratFirst) February 25, 2026
આધુનિક યુદ્ધ તકનીક અને આત્મનિર્ભરતા
'વાયુશક્તિ-2026' માત્ર પારંપરિક હુમલાઓ પૂરતી સીમિત નહોતી. ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને આત્મઘાતી ડ્રોન (Suicide Drones), કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ (Counter Unmanned Aerial System) અને માનવરહિત તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મુશ્કેલ ભૂપ્રદેશમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ (Search and Rescue), આપત્તિ રાહત (Disaster Relief) અને ઝડપી એરલિફ્ટ (Airlift) કામગીરીનું પણ વાસ્તવિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
12 હજાર કિલો દારૂગોળાનો પ્રચંડ પ્રહાર
આ કવાયત દરમિયાન આશરે 12 હજાર કિલોગ્રામ દારૂગોળા (Ammunition) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ભારતની વ્યૂહાત્મક તૈયારી (Strategic Readiness) નો પુરાવો છે. કાર્યક્રમના અંતે આત્મનિર્ભર લશ્કરી શક્તિનો સંદેશ આપતો એક શાનદાર ડ્રોન શો (Drone Show) પણ યોજાયો હતો, જેમાં ભારતનું 'અભેદ કવચ' અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના (Air Defence Systems) નકશાઓ પ્રદર્શિત કરાયા હતા. ભારતીય પાયલટોના સચોટ બોમ્બમારા અને મિસાઈલ હુમલાની ગૂંજથી આખું પોખરણ ગાજી ઉઠ્યું હતું.
દેશવાસીઓને સુરક્ષાની ખાતરી
પોખરણની રણભૂમિમાં ગાજતાં વિમાનો અને ધડાકાભેર પડતાં બોમ્બના અવાજે દેશવાસીઓને સુરક્ષાની ખાતરી આપી હતી. ‘વાયુશક્તિ–2026’ દ્વારા ભારતીય વાયુસેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે દેશની આકાશસીમા અને સરહદોની સુરક્ષા માટે તે સદૈવ સતર્ક અને સજ્જ છે. આધુનિક હથિયાર પ્રણાલીઓ, તાલીમપ્રાપ્ત પાયલોટ્સ અને અદ્યતન ટેક્નોલોજી સાથે ભારતીય વાયુસેના દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
તા. 27 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ અને રક્ષા મંત્રીની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
વાયુશક્તિ–2026ના મુખ્ય કાર્યક્રમ તા.27 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને રક્ષા પ્રધાન શ્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહી ભારતીય વાયુસેનાના શૌર્ય, સમર્પણ અને વ્યાવસાયિક કુશળતાને સન્માનિત કરશે.
આ પણ વાંચો : Gujarat Assembly : ગૃહમાં ગરમાવો! વિપક્ષના વેધક સવાલોના સરકારે શું આપ્યા જવાબ?


