ભારતના બજારમાં સ્માર્ટ ટાયરની એન્ટ્રી, સેન્સર સંપૂર્ણ રિપોર્ટ કાઢી શકે તેવી વ્યવસ્થા
કંપનીએ જણાવ્યું હતું કે, એમ્બેડેડ સ્માર્ટ ટાયર (India's first embedded smart tyres) JK ટાયરના વેચાણ કેન્દ્રો દ્વારા બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરૂઆતમાં, આ ટાયર 14 થી 17 ઇંચ સુધીના કદમાં ઉપલબ્ધ થશે. મીડિયા સાથે વાત કરતા, ડૉ. સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, "અમે હવે આગામી પાંચથી છ વર્ષમાં કાર અને ટ્રક બંને ટાયર માટે ક્ષમતા વધારવા માટે રૂ. 5,000 કરોડના વધારાના રોકાણની યોજના બનાવી રહ્યા છીએ.
Advertisement
- ભારતના બજારમાં સ્માર્ટ એમ્બેડેડ ટાયર આવી ગયા
- સેન્સરથી સજ્જ ટાયરો અનેક પાસાઓનો રિપોર્ટ કાઢવા સક્ષમ
- પાંચ વર્ષમાં કંપની રૂ. 5 હજાર કરોડનું રોકાણ કરશે
India's first embedded smart tyres : ઓટોમોબાઈલ માટે ટાયર ઉત્પાદક કંપની JK Tyre And Industries Limited એ સોમવારે ભારતના પેસેન્જર વાહન સેગમેન્ટ માટે દેશના પ્રથમ "એમ્બેડેડ સ્માર્ટ" ટાયર (India's first embedded smart tyres) રજૂ કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં કંપનીના બાનમોર પ્લાન્ટમાં ડિઝાઇન અને વિકસાવવામાં આવેલા આ ટાયરમાં ટાયરની અંદર એમ્બેડેડ અદ્યતન સેન્સર છે. આ સેન્સર હવાના દબાણ, તાપમાન અને સંભવિત લિકેજ જેવા મહત્વપૂર્ણ પરિમાણોનું સતત નિરીક્ષણ કરે છે, અને ડ્રાઇવરને તાત્કાલિક માહિતી પૂરી પાડે છે. જે વાહનની સલામતી, પ્રદર્શન અને બળતણ કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરે છે.

