ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એશિયા કપમાં ભારતની જીતની હેટ્રિક, ઓમાનને 21 રને હરાવ્યું, હવે સુપર-4માં પાકિસ્તાન સાથે ફરી મુકાબલો

એશિયા કપમાં પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા
12:38 AM Sep 20, 2025 IST | Mustak Malek
એશિયા કપમાં પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા
એશિયા કપ..........

શુક્રવારે એશિયા કપ 2025 ના અંતિમ લીગ મેચમાં ભારતીય ટીમે ઓમાનને 21 રનથી હરાવ્યું. ભારતે પહેલી બે મેચ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ અંતિમ લીગ સ્ટેજ મેચમાં ઓમાને ભારતને  લડત આપી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. ઓમાન તરફથી આમિર કલીમે સૌથી વધુ 64 રન બનાવ્યા. ભારત તરફથી હાર્દિક, અર્શદીપ, હર્ષિત અને કુલદીપે 1-1 વિકેટ લીધી.નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા આ મેચ પહેલા જ સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. ભારત 21 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે.  ઓમાનની સફર હવે સમાપ્ત થઈ ગઈ છે. તેઓ તેમની ત્રણેય મેચ હારી ગયા છે.

એશિયા કપ માં ભારતે આપ્યો હતો આ ટાર્ગેટ

ભારતે ઓમાનને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જતિન્દર સિંહ અને આમિર કલીમે ઓમાનને મજબૂત શરૂઆત અપાવી. તેમણે પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી. કુલદીપ દ્વારા જતિન્દર સિંહને 33 બોલમાં 32 રન બનાવ્યા બાદ આઉટ કરવામાં આવ્યો. આમિર કલીમે 46 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. હમ્મદ મિર્ઝાએ 33 બોલમાં 51 રન બનાવ્યા. વિનાયક ફક્ત એક જ રન બનાવી શક્યો.

એશિયા કપ માં ભારતે ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. પહેલા બેટિંગ કરવા આવતા, ભારતીય ટીમને બીજી ઓવરમાં શુભમન ગિલના રૂપમાં પહેલો ફટકો પડ્યો. ગિલે 8 બોલમાં 5 રન બનાવ્યા. અભિષેક 15 બોલમાં 38 રન બનાવ્યા બાદ આઉટ થયો. હાર્દિક પંડ્યા રન આઉટ થયો. અક્ષર પટેલ 12 બોલમાં 26 રન બનાવ્યા. શિવમ દુબે 8 બોલમાં ફક્ત 5 રન બનાવી શક્યો. સંજુ સેમસન 45 બોલમાં 56 રન બનાવ્યા. તિલક વર્માએ 29 અને અર્શદીપે એક રન બનાવ્યો. હર્ષિત રાણા (13) અને કુલદીપે એક-એક રન બનાવ્યા. ઓમાન તરફથી કલીમ-ફૈસલે 2-2 વિકેટ લીધી.

 

આ પણ વાંચો:   Dubai International Stadium નું અજાણ્યુ રહસ્ય, કેચ છુટવા પાછળ 'અદ્રશ્ય શક્તિ' ચર્ચામાં

Tags :
Asia Cup T20 HighlightsGujarat FirstIndia vs Oman Asia Cup 2025india winIndia Wins by 21 RunsOman Cricket Team News
Next Article