Luxurious life માં ભારતીયો સૌથી અવલ્લ, જાણો ક્યાં સૌથી વધુ ખર્ચ કરે છે?
- 56 ટકા ભારતીયો મોંધી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે
- ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે
- વિદેશી બજારમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારતા નથી
India’s rich entrepreneurs : ભારતીય નાગરિકો દુનિયામાં સૌથી ધનિકોની યાદીમાં ધીમે-ધીમે આગવી ઓળખ સ્થાપી રહ્યા છે. કારણ કે... ભારતીય લોકો મોંઘા અને luxury ગુડ્સ પુશકળ માત્રમાં ખરીદ્યા રહ્યા છે. જોકે તાજેતરમાં HSBC દ્વારા Global Entrepreneurial Wealth Report 2024 નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક પડકારો હોવા છતા ભારતીયો બજારમાંથી મોંઘી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે 98 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે, આવનાર દિવસોમાં તેમની આર્થિક સંપત્તિમાં બહોળો વધારો થશે.
56 ટકા ભારતીયો મોંધી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે
Global Entrepreneurial Wealth Report 2024 માં જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 61 ટકા ભારતીયોએ Real Estate માં રોકાણ કર્યું છે. ત્યારે રિયલ એસ્ટડમાં વૈશ્વિક રોકાણ માત્ર 51 ટકા જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત Indian entrepreneurs માત્ર મકાનો અને જમીન નહીં, પરંતુ અન્ય બજારમાં મળતી મોંઘીદાટ વસ્તુઓની ખરીદી કરવાનું પણ પસંદ કરે છે. તો HSBC ના અહેવાલ અનુસાર, ભારીયો અન્ય દેશના નાગરિકો કરતા વધારે મોંઘી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. HSBC ના પ્રમાણે 56 ટકા ભારતીયો મોંધી વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. જ્યારે વિશ્વના અન્ય નાગરિકોનો હિસ્સો 40 ટકા છે.
આ પણ વાંચો: UN Women અને UNODC નો ખુલાસો, સરેરાશ દરરોજ 140 મહિલાઓ-યુવતીઓની હત્યા
𝗪𝗵𝗲𝗿𝗲 𝗗𝗼 𝗜𝗻𝗱𝗶𝗮’𝘀 𝗪𝗲𝗮𝗹𝘁𝗵𝘆 𝗘𝗻𝘁𝗿𝗲𝗽𝗿𝗲𝗻𝗲𝘂𝗿𝘀 𝗜𝗻𝘃𝗲𝘀𝘁 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗶𝗹𝗹𝗶𝗼𝗻𝘀?
India’s rich entrepreneurs, with over $2 million in investable assets, are leading globally in investments, as per HSBC's Global Entrepreneurial Wealth Report 2024.… pic.twitter.com/JeMKoX7Oq6
— Devarsh Vakil (@Devarsh_Vakil) November 27, 2024
ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે
તો 44 ટકા ભારતીયો માત્ર luxury સુવિધાઓ માટે પૈસા ખર્ચે છે. જ્યારે વૈશ્વિક આંકડો 35 ટકા છે. જોકે આર્ટ અને કલેક્ટીબલ્સની ખરીદીમાં Indian entrepreneurs નો હિસ્સો માત્ર 40 ટકા છે. બીજી તરફ ભારતના 82 ટકા ધનિકોએ સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે, જે 10 વૈશ્વિક બજારમાં સૌથી વધારે છે. HSBC રિપોર્ટ દર્શાવે છે કે સમૃદ્ધ ભારતીયો ભારતને વેપાર માટે આકર્ષક સ્થળ માને છે. તેઓ કહે છે કે 75 ટકા ભારતીય અમીરોનું કહેવું છે કે ભારત બિઝનેસ માટે શ્રેષ્ઠ સ્થળ છે.
વિદેશી બજારમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારતા નથી
32 ટકા ભારતીયો આવતા વર્ષે વિદેશી બજારમાં બિઝનેસ શરૂ કરવાનું વિચારતા નથી. Indian entrepreneurs બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કરવેરાને સૌથી મોટા પડકારો માને છે. તેમ છતાં 75 ટકા ભારતીય અમીરો સરકારના સમર્થનથી સંતુષ્ટ છે, 86 ટકા માને છે કે સમાજ વ્યવસાયિક સન્માનનું સન્માન કરે છે. ભારતીય અમીરો તેમના વારસાને લઈને ખૂબ જ ગંભીર છે. 88 ટકા અમીર ભારતીયો તેમની સંપત્તિ તેમના પરિવાર સુધી મર્યાદિત રાખવા માંગે છે. 10 માંથી 9 અમીર લોકો કહે છે કે તેમને તેમની આગામી પેઢી પર પૂરો વિશ્વાસ છે.
આ પણ વાંચો: મોદી સરકાર લાવી PAN Card માં ઉત્ક્રાંતિ, જાણો PAN 2.0 ની સંપૂર્ણ માહિતી