ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતની સૌથી ધનિક મહિલા YouTuber,આટલા વીડિયોએ બનાવી કરોડપતિ

નિશા મધુલિકાનો જન્મ અને ઉછેર ઉત્તર પ્રદેશમાં યુટ્યુબની દુનિયામાં એક મોટું નામ કમાયું કરિયરની શરૂઆત 2007માં કરી હતી Nisha Madhulika: મહેનત એક દિવસ ફળ આપે છે, ઘરગથ્થુ ફેમસ યુટ્યુબર નિશા મધુલિકા(Nisha Madhulika)એ આ વાત સાચી સાબિત કરી. નિશા કુકિંગ...
10:01 AM Nov 14, 2024 IST | Hiren Dave
નિશા મધુલિકાનો જન્મ અને ઉછેર ઉત્તર પ્રદેશમાં યુટ્યુબની દુનિયામાં એક મોટું નામ કમાયું કરિયરની શરૂઆત 2007માં કરી હતી Nisha Madhulika: મહેનત એક દિવસ ફળ આપે છે, ઘરગથ્થુ ફેમસ યુટ્યુબર નિશા મધુલિકા(Nisha Madhulika)એ આ વાત સાચી સાબિત કરી. નિશા કુકિંગ...
Nisha Madhulika

Nisha Madhulika: મહેનત એક દિવસ ફળ આપે છે, ઘરગથ્થુ ફેમસ યુટ્યુબર નિશા મધુલિકા(Nisha Madhulika)એ આ વાત સાચી સાબિત કરી. નિશા કુકિંગ ચેનલ ચલાવે છે, જ્યાં તેણે 2300 વીડિયો શેર કર્યા છે, જે રસોઈ આધારિત છે. તેના દરેક વિડીયોમાં તેણે રસોઈની રેસીપી આવા સરળ, ધીમા અવાજમાં અને સ્ટેપ બાય સ્ટેપમાં સમજાવી છે. તેની સ્ટાઈલને લાખો લોકો પસંદ કરે છે. તે ભારતીય મહિલા યુટ્યુબર્સની યાદીમાં પ્રથમ સ્થાને છે અને આજે કરોડપતિ બની ગઈ છે. ચાલો જાણીએ તેમની પ્રેરણાદાયી વિશે..

એકલતા દૂર કરવા માટે YouTube શરૂ કર્યું

નિશા 65 વર્ષની છે અને પ્રખ્યાત ભારતીય કન્ટેન્ટ ક્રિએટર છે. તેની ચેનલનું નામ નિશા મધુલિકા છે. તેની વાર્તા એવી છે કે તેણે પોતાની એકલતા ભરવા માટે આ યુટ્યુબ ચેનલ શરૂ કરી. વાસ્તવમાં થયું એવું કે એક ચોક્કસ ઉંમર પછી નિશાનાનાં બાળકો ભણવા માટે અલગ-અલગ શહેરોમાં જવા લાગ્યા, ત્યારપછી તે એકદમ એકલી અને ખાલી રહેવા લાગી. વર્ષ 2009 માં, તેણે તેની રસોઈ ચેનલ રજૂ કરી અને આજે તેની કુલ સંપત્તિ 43 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમની ચેનલને 14.5 મિલિયન લોકોએ સબસ્ક્રાઇબ કરી છે. આ સિવાય તે અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર પણ છે, જ્યાં તેના ફોલોઅર્સ હજારોની સંખ્યામાં છે. નિશાની યુટ્યુબ પ્રોફાઇલ વાંચે છે, "મારું મિશન પૌષ્ટિક અને આરોગ્યપ્રદ વાનગીઓ દ્વારા દરેક ઘરમાં સુખ અને એકતા લાવવાનું છે.

આ પણ  વાંચો - Diwali પર આ રીતે રાખો તમારી ત્વચાની સંભાળ, ફટાકડાના ધુમાડાની નહીં થાય અસર

મધુલિકાને નાનપણથી જ રસોઈનો શોખ છે.

નિશાનો જન્મ 25 ઓગસ્ટ, 1959ના રોજ ઉત્તર પ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. શાળા અને કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે અધ્યાપન ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી. પરંતુ લગ્ન બાદ તે નોઈડા જતી રહી અને ત્યાં પોતાના બે બાળકોને ઉછેરવા લાગી. નિશા કહે છે કે તેને નાનપણથી જ રસોઇ બનાવવી ગમે છે. તેણી તેના ફ્રી સમયમાં નવી વાનગીઓ શોધતી હતી, તેના આ જુસ્સાએ તેણીને યુટ્યુબ ચેનલ શરૂ કરવાની પ્રેરણા આપી.

પુરસ્કારથી પણ સન્માનિત

નિશા મધુલિકાને વર્ષ 2014માં દેશની ટોપ મોસ્ટ શેફ ઇન યુટ્યુબ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વર્ષ 2017માં પણ તેને કુકિંગમાં કન્ટેન્ટ ક્રિએટરનું સન્માન મળ્યું છે.

આ પણ  વાંચો -આ 3 પીણાં પીવાથી ફેટી લિવર જેવી બીમારના સકંજામાં આવી જશો, જાણો

ટાટા ટ્રસ્ટ સાથે પણ કામ કર્યું

નિશાએ તેની સફરમાં ટાટા ટ્રસ્ટ સાથે પણ કામ કર્યું છે. તેઓ તેમના પ્રોજેક્ટ દ્રુવમાં સામેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રદાન કરવાનો છે.

 

Tags :
aise hai Nisha Madhulika ki inspiring journeyinspiring journey of Nisha Madhulikajourney of Nisha Madhulikakaise hai nisha madhulika ki kahanikaun hai crorepati youtuber Nisha MadhulikaNisha MadhulikaNisha Madhulika kon haiWho is Nisha Madhulika
Next Article