Paris : ભારતને બીજો ફટકો..આ કુસ્તીબાજને પેરિસ છોડવાનો આદેશ...
- ભારતીય ચાહકોને બીજો ફટકો
- યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલને પેરિસ છોડવાનો આદેશ
- અંતિમે તેનું આઇકાર્ડ તેની નાની બહેનને આપ્યું હતું.
Antim Panghal : ભારત માટે વધુ એક ચોંકાવનારા સમાચાર પેરિસથી આવી રહ્યા છે. ભારતના યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલ (Antim Panghal ) અને તેની સમગ્ર ટીમને પેરિસથી દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ યુવા કુસ્તીબાજે પોતાનું ઓફિશ્યલ માન્યતા કાર્ડ તેની નાની બહેનને આપી દીધું હતું. જેને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સ્પોર્ટ્સ વિલેજમાંથી બહાર નિકળતી વખતે પકડી લીધું હતું. અંતિમ 53 કિગ્રાની અંતિમ સ્પર્ધામાં પ્રથમ મેચ હાર્યા બાદ તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી.
કુસ્તીબાજ અંતિમ અને તેમના સહયોગી સ્ટાફને પરત મોકલવાનો નિર્ણય
IOAના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઓલિમ્પીક સંઘને ફ્રાન્સના અધિકારીઓ દ્વારા અનુશાસનાત્મક ઉલ્લંઘન વિશે જાણ કર્યા બાદ કુસ્તીબાજ અંતિમ અને તેમના સહયોગી સ્ટાફને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જો કે આઇઓએ દ્વારા અનુશાસનાત્મક ઉલ્લંઘન વિશે કંઇ પણ જણાવાયું નથી.
આ પણ વાંચો----Vinesh Phogat એ કુસ્તીને કહ્યું અલવિદા,માતાને કહેલા શબ્દો વાંચી હૈયું ભરાઈ જશે
અંતિમે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ મોકલી
સૂત્રએ કહ્યું, 'સ્પોર્ટ્સ વિલેજ જવાને બદલે તે હોટલ પર પહોંચી જ્યાં તેના કોચ ભગત સિંહ અને સાથી પ્રેક્ટિસ કરતા કુસ્તીબાજ વિકાસ, જ તેના કોચ છે, રોકાયા હતા. અંતિમે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ જવા અને તેનો સામાન લઇને પાછા આવવા કહ્યું. તેની બહેન અન્ય કોઈના કાર્ડ પર પ્રવેશ કરવા માટે પકડાઈ હતી અને તેનું નિવેદન નોંધવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
BREAKING NEWS 🚨 Indian Wrestler Antim Panghal and team to be deported from Paris for disciplinary breach.
Antim asked her sister & handed over the accreditation to collect her belongings from the Games Village.
Although her sister managed to enter, she was caught by the… pic.twitter.com/cLimCm2tmj
— Times Algebra (@TimesAlgebraIND) August 7, 2024
ભગત નશાની હાલતમાં હતા
19 વર્ષીય અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન અંતિમને પણ પોલીસે નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા આટલું જ નહીં, તેના પર્સનલ સપોર્ટ સ્ટાફ વિકાસ અને ભગત કથિત રીતે નશાની હાલતમાં કેબમાં મુસાફરી કરી રહ્યા હતા અને ભાડું ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી ડ્રાઇવરે પોલીસને બોલાવી હતી.
IOAના એક અધિકારીએ અપડેટ આપી હતી
IOAના એક અધિકારીએ ગુસ્સામાં કહ્યું, 'અમે હવે મામલો ઠંડો પાડી રહ્યા છીએ.' જ્યારે વિકાસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આવી ઘટનામાં તેની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો-----Vinesh Phogat નામે છે આ રેકોર્ડ,વિવાદો સાથે રહી ચર્ચામાં