Indigo Crisis વચ્ચે હવાઈ ભાડા આસમાને પહોંચ્યા, 50 હજાર મુંબઈ-દિલ્લીની ટિકિટ!
- Indigo Crisis ની માઠી અસર
- અન્ય Airlines એ વધાર્યા ભાડા
- મુંબઈ-દિલ્લીનું ભાડું 50 હજાર રૂપિયા!
- લાખો મુસાફરો થયા હેરાન પરેશાન
Indigo Crisis વચ્ચે હવાઈ મુસાફરી કરતા યાત્રીઓની સમસ્યામાં વધારો થયો છે. ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થયા પછી લોકો અન્ય ફ્લાઈટ માટે બુકિંગ કરાવી રહ્યા છે. સમયસર નિર્ધારિત સ્થળે પહોંચવા માટે લોકો 10 ગણા રૂપિયા વધુ આપવા માટે મજબૂર થયા છે. હકીકતમાં મુંબઈથી દિલ્લી જવા માટે હવાઈ ટિકિટનો દર 50 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. અન્ય એર કંપનીઓ ( Air company) જાણે મુસાફરોની સમસ્યાનો લાભ ઉઠાવી રહી હોય તેવું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો- Surat: વાયુ પ્રદૂષણ નિયંત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી, 145 કન્સ્ટ્રક્શન સાઈટને લાખોનો દંડ
10 ગણુ વધુ ભાડું ચૂકવવા મજબૂર મુસાફરો
દિલ્લી અને મુંબઈ આ બંને એવા રૂટ છે જે સતત વ્યસ્ત હોય છે. દિલ્લીથી મુંબઈ અને મુંબઈથી દિલ્લીની ફ્લાઈટ સામાન્યરીતે હાઉસફૂલ (Housefull) હોય છે. બીઝી રૂટ હોવાથી અન્ય એર કંપનીઓ યાત્રીઓની મજબૂરીની તક ઝડપી લીધી છે. ઈન્ડિગો ફ્લાઈટની સમસ્યા પહેલા એટલે કે, 2-4 દિવસ પહેલા આ રૂટના ભાડા સામાન્ય હતા. પહેલા મુંબઈ-દિલ્લીની એરટિકિટ (Air ticket) 5થી લઈને 7 હજાર રૂપિયા સુધી હતી. પરંતુ હાલ આ જ ટિકિટની કિંમત (Price) 50 હજાર થઈ ગઈ છે.
Air Indiaની ફ્લાઈટ ટિકિટનું ભાડું કેટલું છે?
Air Indiaની ફ્લાઈટ માટે વેબસાઈટમાં પણ અધધ ટિકિટની કિંમત જોવા મળી. એર ઈન્ડિયાની ઈકોનોમી ક્લાસમાં 24 હજાર, પ્રીમિયમ ઈકોનોમી ટિકિટના દર 28 હજાર સુધી ચાલી રહ્યા છે. જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટ માટે પચાસ હજાર રૂપિયા કિંમત છે.
Flight Crisis વિશે જાણવા જેવી માહિતી
ઈન્ડિગો ફ્લાઈટની 300થી વધુ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કેન્સલ થઈ ચૂકી છે. જેના કારણે મુંબઈ, બેંગલુરુ સહિત અન્ય એરપોર્ટ પર પણ હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. વાસ્તવમાં નવા રોસ્ટરિંગ નિયમને લઈને હવાઈ સેવામાં ઉથલપાથલ મચી છે. તો બીજી બાજુ સમસ્યા સર્જાયા પછી DGCA એ ઈન્ડિગો એરકંપની સાથે બેઠક બોલાવી છે. અને સમાધાનના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- IndiGo સંકટ વચ્ચે એરલાઈન્સ કંપનીઓને રાહત, DGCA એ પરત ખેંચ્યો આદેશ