ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,વિમાનનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
- Indigo flight bomb threat: ઇન્ડિગો ફલાઇટને ઉડાવી દેવાની મળી ધમકી
- ઇમેલ દ્વારા ફલાઇટને ઉડાવી દેવાની મળી ધમકી
- આ ફલાઇટનું કરાયું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
શનિવારે ઇન્ડિગો ફલાઇટને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જેદ્દાહથી હૈદરાબાદ આવી રહેલીને ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીને પગલે હૈદરાબાદનું રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (RGIA) હાઇ એલર્ટ પર આવી ગયું હતું. ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ ફ્લાઇટને તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એરપોર્ટ અધિકારીઓએ તરત જ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કર્યું હતું. આ બનાવ શનિવારે સવારે લગભગ 5:30 વાગ્યે બન્યો હતો.
Indigo flight bomb threat: ઇમેલ દ્વારા ફલાઇટને ઉડાવી દેવાની મળી ધમકી
ઇન્ડિગો ફ્લાઇટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, શનિવારે સવારે 5:30 વાગ્યે તેમને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. આ ઈમેઈલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇન્ડિગો ફ્લાઇટ 6E 68 માં એક "માનવ બોમ્બ" હાજર છે. ધમકી આપનારે ફ્લાઇટને હૈદરાબાદમાં બિલકુલ ઉતરાણ ન કરવાની ચેતવણી આપી હતી. એટલું જ નહીં, ઈમેઈલમાં LTTE-ISI આતંકવાદીઓ દ્વારા 1984ના મદ્રાસ એરપોર્ટ વિસ્ફોટ જેવો જ મોટો હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હોવાનો પણ દાવો કરાયો હતો. આ ગંભીર ઈમેઈલ મળતા જ એરલાઈન અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
Indigo flight bomb threat: ઇન્ડિગો ફ્લાઇટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી
આ મામલે ઇન્ડિગો ફ્લાઇટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમણે સ્થાપિત સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કર્યું હતું. ઇન્ડિગોએ જણાવ્યું કે, "અમે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી અને ફ્લાઇટને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપતા પહેલા તમામ જરૂરી સુરક્ષા તપાસ કરવામાં તેમને સંપૂર્ણ સહકાર આપ્યો હતો." એરલાઈને મુસાફરોને ઓછી અસુવિધા થાય તે માટે તમામ પ્રયાસો કર્યા, જેમાં તેમને નાસ્તો આપવો અને નિયમિતપણે સ્થિતિની માહિતી આપવાનો સમાવેશ થાય છે. ઇન્ડિગોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમારા ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સલામતી અને સુરક્ષા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે."ઇન્ડિગોએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ બોમ્બની ધમકીવાળો ઇમેઇલ છેતરપિંડીપૂર્ણ (નકલી) હતો. જોકે, આ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇમેઇલના સ્ત્રોત અને મૂળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ આ બનાવટી ધમકી આપવા પાછળનો હેતુ શું હતો, તે જાણવા માટે તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં મોકામા હત્યાકાંડમાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી, એસપી સહિત 4 અધિકારીઓની બદલી, 1 સસ્પેન્ડ