Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મોંઘી થશે વિમાન મુસાફરી!, IndiGo એ જાહેર કર્યા ફ્યુઅલ સરચાર્જના નવા દર

પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ હવે સીધી તમારા હવાઈ પ્રવાસના બજેટને હચમચાવી દેશે. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ અચાનક એવો નિર્ણય લીધો છે જેનાથી ટિકિટના ભાવમાં ₹2,300 સુધીનો ઉછાળો આવી શકે છે. આ વધારા પાછળના વૈશ્વિક કારણો અને નવા દરોની યાદી જોવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.
મોંઘી થશે વિમાન મુસાફરી    indigo એ જાહેર કર્યા ફ્યુઅલ સરચાર્જના નવા દર
Advertisement
  • IndiGo નો મોટો ઝટકો: 14 માર્ચથી વિમાન પ્રવાસ થશે મોંઘો!
  • પશ્ચિમ એશિયામાં તણાવને કારણે જેટ ફ્યુઅલના ભાવમાં 85% નો વધારો
  • ઈન્ડિગોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ₹425 નો ફ્યુઅલ સરચાર્જ લાદ્યો
  • ઈન્ટરનેશનલ રૂટ પર મુસાફરોએ ₹2,300 સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે
  • એરલાઇને વધતા ઓપરેટિંગ ખર્ચને પહોંચી વળવા લીધો આકરો નિર્ણય
  • 14 માર્ચ 2026 ની મધ્યરાત્રિથી તમામ નવી બુકિંગ પર લાગુ થશે નવા દર

IndiGo Fuel Surcharge Hike : જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આંચકાજનક સમાચાર છે. ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો (IndiGo) એ તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ (Fuel Surcharge) લાદવાનો નિર્ણય કર્યો છે. આ નવા દરો 14 માર્ચ 2026 ના રોજ રાત્રે 12:01 વાગ્યાથી અમલી બનશે, જેના કારણે વિમાન ટિકિટના ભાવમાં સીધો વધારો થશે.

શા માટે વધ્યા IndiGo ભાવ?

પશ્ચિમ એશિયા (West Asia) માં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ડેટા મુજબ, આ પ્રદેશમાં જેટ ફ્યુઅલની કિંમતોમાં 85% થી વધુનો વધારો થયો છે. એરલાઇન્સ માટે ઇંધણ એ સૌથી મોટો ઓપરેટિંગ ખર્ચ હોવાથી, કંપનીએ આ બોજ ગ્રાહકો પર નાખવાની ફરજ પડી છે.

Advertisement

Advertisement

નવા દરોની વિગત 

ઈન્ડિગોએ અંતરના આધારે અલગ-અલગ ચાર્જ નક્કી કર્યા છે:

સ્થાનિક અને ભારતીય ઉપખંડ: ₹425

મિડલ ઈસ્ટ: ₹900

દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીન: ₹1,800

આફ્રિકા અને વેસ્ટ એશિયા: ₹1,800

યુરોપ: ₹2,300

ગ્રાહકો પર ઓછી અસરનો પ્રયાસ 

એરલાઇન મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે જો ઈંધણના વધારાનો સંપૂર્ણ બોજ ટિકિટ પર નાખવામાં આવે તો બેઝ ભાડામાં મોટો વધારો થઈ શકે તેમ હતો. જોકે, હાલમાં મર્યાદિત સરચાર્જ લગાવીને સ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરાયો છે. ઈન્ટરગ્લોબ એવિએશન (InterGlobe Aviation) હસ્તકની ઈન્ડિગો 400 થી વધુ વિમાનોનો કાફલો ધરાવે છે અને વિશ્વભરના 135 થી વધુ સ્થળોને જોડે છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ કાચા તેલની કિંમતો પર સતત નજર રાખશે અને ભવિષ્યમાં જરૂર જણાયે સરચાર્જમાં ફેરફાર પણ કરી શકે છે.

આ પણ વાંચો : Gandhinagar: ગેસની અછત વચ્ચે રેસ્ટોરન્ટ, હોટેલ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×