ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indigo ફ્લાઈટ્સમાં 10 ટકા કાપ મૂકવા આદેશ ; ઉડ્ડ્યન મંત્રી સાથે મીટિંગમાં હાથ જોડતા નજરે પડ્યા CEO

Indigo એરલાઈન્સના સીઈઓ પીટર એલ્બર્સને મંગળવારે નાગરિક ઉડ્ડ્યન મંત્રાલય (MoCA)ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. સ્ત્રોતો અનુસાર, આ મીટિંગમાં નાગરિક ઉડ્ડ્યન મંત્રી રામ મોહન નાયડુ અને MoCAના સચિવ સમીર સિન્હા પણ હાજર હતા. મીટિંગમાં ઈન્ડિગોની સંચાલન સ્થિતિ, મુસાફરોની સંભાળ, રિફંડની સ્થિતિ, પાયલટ અને ક્રૂ રોસ્ટરની સ્થિતિ તથા લગેજ (વાપસી)ની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
08:16 PM Dec 09, 2025 IST | Mujahid Tunvar
Indigo એરલાઈન્સના સીઈઓ પીટર એલ્બર્સને મંગળવારે નાગરિક ઉડ્ડ્યન મંત્રાલય (MoCA)ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. સ્ત્રોતો અનુસાર, આ મીટિંગમાં નાગરિક ઉડ્ડ્યન મંત્રી રામ મોહન નાયડુ અને MoCAના સચિવ સમીર સિન્હા પણ હાજર હતા. મીટિંગમાં ઈન્ડિગોની સંચાલન સ્થિતિ, મુસાફરોની સંભાળ, રિફંડની સ્થિતિ, પાયલટ અને ક્રૂ રોસ્ટરની સ્થિતિ તથા લગેજ (વાપસી)ની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

નવી દિલ્હી :  Indigo એરલાઈન્સના સીઈઓ પીટર એલ્બર્સને મંગળવારે નાગરિક ઉડ્ડ્યન મંત્રાલય (MoCA)ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. સ્ત્રોતો અનુસાર, આ મીટિંગમાં નાગરિક ઉડ્ડ્યન મંત્રી રામ મોહન નાયડુ અને MoCAના સચિવ સમીર સિન્હા પણ હાજર હતા. મીટિંગમાં ઈન્ડિગોની સંચાલન સ્થિતિ, મુસાફરોની સંભાળ, રિફંડની સ્થિતિ, પાયલટ અને ક્રૂ રોસ્ટરની સ્થિતિ તથા લગેજ (વાપસી)ની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. એવિએશન મિનિસ્ટ્રી દ્વારા એરલાઈન સીઈઓને બોલાવ્યા પછી કેન્દ્રે કેન્સલેશન ઘટાડવા માટે ઈન્ડિગોના ઓપરેશન્સમાં 10%ની કાપ કરવાનો આદેશ આપ્યો છે.

ક્રાઈસિસ પર Indigo એ શું કહ્યું?

ઉડ્ડ્યન મંત્રી રામ મોહન નાયડુ સાથેની મીટિંગ પહેલાં ઈન્ડિગોએ મંગળવારે જાહેરાત કરી કે એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશનલ સંકટ પછી હવે તેની તમામ ફ્લાઈટ્સ નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે. કંપનીએ જણાવ્યું કે તેનું ઓન-ટાઈમ પર્ફોર્મન્સ નિયમિત સ્તરે પરત આવી ગયું છે અને બુધવારે આશરે 1900 ફ્લાઈટ્સ ચલાવવાની યોજના છે.

Indigo નો 1800 કરતાં વધુ ફ્લાઈટ્સ ચલાવવાનો દાવો

કંપનીના અધિકૃત નિવેદનમાં જણાવ્યું કે નેટવર્કમાં સતત સુધારા પછી તમામ શેડ્યુલ્ડ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. એરપોર્ટ પર અટકેલા લગભગ તમામ લગેજ હવે તેમના ગ્રાહકો સુધી પહોંચી ગયા છે, બાકીના ટૂંક સમયમાં વિતરિત કરવામાં આવશે. હાલમાં ઈન્ડિગો તેના 138 સ્ટેશનો પર 1800 કરતાં વધુ ફ્લાઈટ્સ ચલાવી રહી છે. આ સાથે કંપનીએ તેના ગ્રાહકો માટે કેન્સલેશન પર ફુલ રિફંડની પ્રક્રિયાને વેબસાઈટ પર સરળ અને ઓટોમેટેડ બનાવી દીધી છે.

મીટિંગ પહેલાં ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે વીડિયો મેસેજમાં જણાવ્યું કે એરલાઈન હવે સંપૂર્ણપણે સ્થિર થઈ ગઈ છે અને તમામ રૂટ્સ પર ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. તેમણે ગ્રાહકો પાસેથી ક્ષમા માંગતાં જણાવ્યું કે સંકટની શરૂઆત 5 ડિસેમ્બરે થઈ હતી, જ્યારે માત્ર 700 ફ્લાઈટ્સ જ ઓપરેટ થઈ શકી હતી.

લોકસભામાં નાગરિક ઉડ્ડ્યન મંત્રી રામ મોહન નાયડુએ શું કહ્યું?

આ દરમિયાન લોકસભામાં નાગરિક ઉડ્ડ્યન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે ઈન્ડિગોને નવા ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમોમાં કોઈ વિશેષ છૂટ આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે કોઈ પણ એરલાઈન, ભલે તે કેટલી જ મોટી કેમ ન હોય, મુસાફરોને આવી પ્રકારે ત્રાસ આપી શકે નહીં. તેમણે ડોમેસ્ટિક એરલાઈન માર્કેટમાં નવી કંપનીઓને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી કારણ કે ઈન્ડિગોનો માર્કેટ શેર લગભગ 65 ટકા છે.

ડીજીસીએએ અસ્થાયી રીતે ઈન્ડિગોને FDTL નિયમોમાં છૂટ આપી હતી, જેને લઈને ટીકા થઈ હતી. કંપનીએ સિવિલ એવિએશન મંત્રાલયને જવાબ આપતાં ટેક્નિકલ ખામી, વિન્ટર શેડ્યુલ સંક્રમણ, ખરાબ હવામાન અને નવા FDTL નિયમોને આ સંકટના કારણ તરીકે જણાવ્યા છે.

આ પણ વાંચો- અમિતભાઈ શાહે વંદે માતરમના અપમાનનો આરોપ લગાવ્યો તો વિપક્ષે કહ્યું- પુરાવો શું છે, ગૃહમંત્રીએ સાંજ સુધીમાં બધા કાગળો બતાવી દીધા

Tags :
AirlinesAviation MinisterAviationCrisisFDTLFlight CancellationIndigoPeter AlbersRamMohan Naidu
Next Article