Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારતીય નાગરિકો પરત આવશે !, ઈરાન યુદ્ધ વચ્ચે IndiGo ફ્લાઈટ્સ શરૂ કરશે

ઈરાન તણાવની ગંભીર સ્થિતિ વચ્ચે ભારતીય મુસાફરો માટે એક એવી આશાની કિરણ જાગી છે, જે તેમને સુરક્ષિત વતન પહોંચાડશે. એક અગ્રણી એરલાઈન્સે જોખમ વચ્ચે પણ પોતાના નેટવર્કને ફરીથી જીવંત કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. કયા શહેરો માટે પાંખો ફેલાવશે આ વિમાનો અને મુસાફરોએ શું રાખવી પડશે સાવચેતી? જાણો આ ખાસ અહેવાલમાં...
ભારતીય નાગરિકો પરત આવશે    ઈરાન યુદ્ધ વચ્ચે indigo ફ્લાઈટ્સ શરૂ કરશે
Advertisement
  • ઈરાન યુદ્ધ વચ્ચે IndiGo એરલાઈન્સની ભારત માટે મોટી જાહેરાત!
  • મિડિલ ઈસ્ટથી દિલ્હી-મુંબઈ સહિતના શહેરો માટે ફ્લાઈટ્સ શરૂ
  • 16 થી 28 માર્ચ 2026 સુધીનું નવું ફ્લાઈટ શેડ્યૂલ કરવામાં આવ્યું જાહેર
  • દુબઈ, અબુધાબી, જેદ્દાહ અને મસ્કતથી ભારત માટે મળશે સીધી સેવા
  • યુદ્ધની સ્થિતિને લીધે ટૂંકી નોટિસ પર શેડ્યૂલ બદલાવાની શક્યતા
  • મુસાફરોની મદદ માટે સ્પેશિયલ કસ્ટમર હેલ્પલાઈન નંબર થયો કાર્યરત

IndiGo Middle East Flights Update : પશ્ચિમ એશિયામાં (Middle East) વધી રહેલા યુદ્ધના તણાવ અને અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતીય મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતની અગ્રણી એરલાઈન્સ ઈન્ડિગોએ (IndiGo Airlines) મિડિલ ઈસ્ટના વિવિધ દેશોમાંથી ભારતના પ્રમુખ શહેરો માટે ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર માહિતી અને ફ્લાઈટ્સની યાદી શેર કરી છે.

કયા શહેરોથી આવશે IndiGo ફ્લાઈટ્સ? 

ઈન્ડિગો દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, મિડિલ ઈસ્ટના દુબઈ (Dubai), અબુધાબી (Abu Dhabi), જેદ્દાહ (Jeddah), રિયાધ (Riyadh), મદીના (Medina) અને મસ્કત (Muscat) થી ભારત માટે ઉડાન ભરવામાં આવશે. ભારતના જે શહેરોને આ સેવાનો લાભ મળશે તેમાં મુંબઈ (Mumbai), દિલ્હી (Delhi), બેંગલુરુ (Bengaluru), હૈદરાબાદ (Hyderabad) અને કોઝિકોડ (Kozhikode) જેવા પ્રમુખ શહેરો સામેલ છે. એરલાઈન્સે 16 માર્ચથી 28 માર્ચ 2026 (March 2026) સુધીનું શેડ્યૂલ જાહેર કર્યું છે અને તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

Advertisement

Advertisement

સ્થિતિ પર એરલાઈન્સની નજર 

એરલાઈન્સે જણાવ્યું છે કે મિડિલ ઈસ્ટના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને તેઓ સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. યુરોપના (Europe) પસંદગીના રૂટ્સ પર પણ નેટવર્ક ધીરે ધીરે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. જોકે, એરલાઈન્સે મુસાફરોને સાવધ કરતા કહ્યું છે કે યુદ્ધ જેવી સ્થિતિને કારણે ફ્લાઈટ શેડ્યૂલમાં ટૂંકી નોટિસ પર ફેરફાર થઈ શકે છે.

કન્ફર્મ PNR ધરાવતા મુસાફરો સહાય માટે ઈન્ડિગોના કસ્ટમર કોન્ટેક્ટ સેન્ટર (+91 124 6173838) પર સંપર્ક કરી શકે છે. એરલાઈન્સે મુસાફરોની ધીરજ અને સહકારની પ્રશંસા કરતા બદલાતી પરિસ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, LPG લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત નીકળ્યા 'શિવાલિક' અને 'નંદા દેવી'

Tags :
Advertisement

.

×