ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Manipuri માં આસામ રાઈફલ્સના ટ્રક પર અંધાધૂંધ કરાઇ ફાયરિંગ, બે જવાન શહીદ, 3થી વધુ ગંભીર ઇજાગ્રસ્ત

Manipuri ના વિષ્ણુપુર જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો જેમાં એક સૈનિક શહીદ થયા છે.
08:02 PM Sep 19, 2025 IST | Mustak Malek
Manipuri ના વિષ્ણુપુર જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો જેમાં એક સૈનિક શહીદ થયા છે.
Manipuri

શુક્રવારે સાંજે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. મણિપુરમાં આસામ રાઇફલ્સના ટ્રક પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવી હતી.  આ હુમલામાં બે સૈનિક શહીદ થયા હતા, જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો સશસ્ત્ર માણસો દ્વારા કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ  હુમલો ત્યારે થયો હતો જયારે  અર્ધલશ્કરી દળનું વાહન મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાંથી પસાર થઇ રહ્યું હતું.

Manipuri માં આસામ રાઈફલ્સના ટ્રક પર હુમલો

નોંધનીય છે કે આ ઘટના સંદર્ભે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામ રાઇફલ્સના સૈનિકો ઇમ્ફાલથી વિષ્ણુપુર જઈ રહેલા ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા સશસ્ત્ર માણસોએ ટ્રક પર હુમલો કર્યો. આ હુમલામાં બે સૈનિક શહીદ થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

Manipuri માં આસામ રાઈફલ્સના ટ્રક પર હુમલો

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો અચાનક થયો હતો અને અજાણ્યા બંદૂકધારીઓએ કાફલા પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી, અને તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટના બાદ, આસામ રાઇફલ્સ અને સ્થાનિક પોલીસ ટીમોએ વિસ્તારમાં સંયુક્ત શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષા એજન્સીઓ માને છે કે આ હુમલો પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હોઈ શકે છે અને કાફલાના માર્ગમાં કોઈ સુરક્ષા ખામીઓ હતી કે કેમ તેની તપાસ કરી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વરિષ્ઠ અધિકારીઓએ વિસ્તારમાં સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. ઘાયલોને ઝડપી અને અસરકારક તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગને પણ સતર્ક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:   Vote Chori: સવારે 4 વાગ્યે ઉઠો, 36 સેકન્ડમાં બે મતદારોને કાઢી નાખો... રાહુલ ગાંધીએ જણાવી વોટ ચોરીની મોડસ ઓપરેન્ડી

Tags :
Armed Militants AttackAssam Rifles AttackBishnupur District AttackGujarat FirstManipur Attack NewsManipur ViolenceSoldier Martyred in Manipur
Next Article