US Shooting: અમેરિકાની સ્કૂલ અને ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર, 3 લોકોના મોત,20થી વધુ ગંભીર ઇજાગ્રસ્ત
- US Shooting ની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી
- સ્કૂલ અને ચર્ચમાં અંધાધૂંધ ગોળીબારની બની ઘટના
- 3 લોકોના મોત, 20 ગંભીર ઇજાગ્રસ્ત
અમેરિકામાં ગોળીબારની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી, ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે.અમેરિકા બુધવારે અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં એક બંદૂકધારીએ ચર્ચ અને સ્કૂલ કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ગોળીઓથી ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાદમાં, વધુ એકના મોતની પુષ્ટિ થઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 3 થયો છે. ઘાયલોમાં ઘણા સ્કૂલના બાળકો પણ હોવાની શંકા છે. હુમલાખોરનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
US Shooting સ્કૂલમાં ગોળીબાર
અમેરિકાની એક સ્કૂલ અને ચર્ચમાં ગોળીબાર થતા 3 લોકોના મોત થયા છે જયારે 20 લોકો ગંભીર ઇજાગ્રસ્ત જોવા મળી રહ્યા છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર માર્યો છે. . આ ઘટના મિનેસોટાના મિનિયાપોલિસમાં આવેલી એક કેથોલિક શાળામાં બની હતી જ્યાં લગભગ 395 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઘટના સમયે બાળકો પ્રાર્થના સભામાં હાજર હતા.
US Shooting શાળા અને ચર્ચમાં 3 લોકોના મોત
નોંધનીય છે કે બુધવારે અમેરિકામાં એક સ્કૂલ અને ચર્ચમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં હુમલાખોર પણ હતો, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના મિનેસોટાના મિનિયાપોલિસમાં એક કેથોલિક શાળામાં બની હતી.આ કેથોલિક શાળા એક ખાનગી પ્રાથમિક શાળા છે, જેમાં લગભગ 395 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગોળીબાર ત્યારે થયો હતો જ્યારે બાળકો સવારની પ્રાર્થના સભામાં હાજર હતા. ઘટના બાદ, માતા-પિતા ચોંકી ગયા હતા અને તેઓ ઘટનાસ્થળે પહોંચીને બાળકોને ઘરે લઈ જતા જોવા મળ્યા હતા.સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કર્યો શોક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એફબીઆઈ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે સુરક્ષા વિભાગ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવાર બપોરથી ગોળીબારની 3 વધુ ઘટનાઓ પણ નોંધાઈ છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે કાળા કપડાં પહેરેલો એક વ્યક્તિ ઘટનાસ્થળે રાઇફલ સાથે જોવા મળ્યો હતો.