IndPakWar2025 : અળવીતરા પાકિસ્તાન પર ભારતની જવાબી કાર્યવાહી, POK માં અનેક ડ્રોન હુમલા!
- પાકિસ્તાન પર ભારતની જવાબી કાર્યવાહી શરૂ (IndiaPakistanWar2025)
- પાકિસ્તાનનાં અનેક ઠેકાણાઓ પર ભારતનાં ડ્રોન હુમલા
- જલાલપુર, જાટાન વિસ્તારમાં ભારતે ડ્રોન હુમલો કર્યો
- POK માં પણ ભારતે એક સાથે અનેક ડ્રોન હુમલા કર્યા
- LoC પર ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
IndiaPakistanWar2025 : ભારત અને પાકિસ્તાન તંગદિલી વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભારતે પાકિસ્તાનને તેની નફ્ફટાઈનો આકરો જવાબ આપ્યો છે. પાકિસ્તાનનાં ડ્રોન-મિસાઇલ એટેકની અવળચંડાઈ સામે હવે ભારતે પાકિસ્તાનનાં અનેક ઠેકાણાઓ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. માહિતી અનુસાર, LoC પર ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જલાલપુર (Jalalpur), જાટાન, બાઘ, મુઝફ્ફરાબાદમાં (Muzaffarabad) ભારતે ડ્રોન હુમલા કર્યા છે. સાથે POK માં પણ ભારતે એક સાથે અનેક ડ્રોન હુમલા કર્યા હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Balochistan : સતત બીજા દિવસે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલા!
IndiaVsPakistan : રાત પડે 'નાપાક'નું ભૂત ધૂણ્યું ડ્રોન-મિસાઇલ હવામાં જ સુરસુરિયું | Gujarat First @AmitShah #IndianNavyAction #IndianArmy #Jammu #PakistanIsATerrorState #IndianAirDefence #BreakingNews #DroneAttack #OperationSindoor2 #IndiaPakistanWar #IndiaPakistanTensions… pic.twitter.com/wHEHZa1q3E
— Gujarat First (@GujaratFirst) May 9, 2025
પાકિસ્તાનનાં અનેક ઠેકાણાઓ પર ડ્રોન હુમલા
પાકિસ્તાન (Pakistan) દ્વારા સતત બે દિવસથી ભારતનાં સરહદી વિસ્તારોમાં ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે, જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે અને પાકિસ્તાનનાં તમામ ડ્રોન-મિસાઇલ હુમલા નિષ્ફળ કર્યા છે. જો કે, હવે ભારતે તેની આકરી જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતે પાકિસ્તાનનાં અનેક ઠેકાણાઓ પર ડ્રોન હુમલા (IndiaPakistanWar2025) કર્યા છે. LoC પર ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી રહી છે.
આ પણ વાંચો - IndPakWar2025 : નફ્ફટ પાકિસ્તાને J&K માં 15 મિસાઇલ છોડી, ભારતનો વળતો પ્રહાર, અવંતીપોરામાં ડ્રોન તોડ્યું
POK માં પણ ભારતે એક સાથે અનેક ડ્રોન હુમલા કર્યા
અહેવાલ મુજબ, પાકિસ્તાનનાં જલાલપુર, જાટાન વિસ્તારમાં ભારતે ડ્રોન હુમલો (Drone Attacks) કર્યો છે. સાથે જ બાઘ, મુઝફ્ફરાબાદમાં પણ ભારતે જવાબી કાર્યવાહી કરી મોટી સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાનનાં પંજાબ (Panjab) પ્રાંતમાં પણ ભારતે જોરદાર પ્રહાર કર્યા છે. જ્યારે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે POK માં પણ ભારતે એક સાથે અનેક ડ્રોન હુમલા કર્યા હોવાની માહિતી છે. આંતરરાષ્ટ્રીય સીમા પર ભારત પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી રહ્યો છે. ભારતે ડ્રોનની સાથે તોપગોળાનો પણ ઉપયોગ શરૂ કરી દીધો હોવાની માહિતી છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બને તરફથી જોરદાર ફાયરિંગ થઈ રહી છે.
આ પણ વાંચો - India Pakistan War : તેલંગાણા સરકારે લીધો મોટો નિર્ણય, દિલ્હીમાં શરૂ કર્યો કંટ્રોલ રૂમ