Rajkot : કાર્યાલયને પેઢી સમજે છે ઈન્દ્રનીલ રાજ્યગુરુ : પ્રવીણ સોરાણીના આક્ષેપો
- Rajkot : કોંગ્રેસમાં ફરી આગ : પ્રવીણ સોરાણીની પોસ્ટથી પ્રમુખને મેણા-ટોણા
- “શક્તિ નથી તો પ્રમુખપદ છોડો” – પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો
- કોંગ્રેસે ભાજપ સાથે સેટિંગ કર્યું – પૂર્વ કોર્પોરેટરની વિસ્ફોટક પોસ્ટ
- રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિદ્રોહ : કાર્યાલય વિવાદે મચાવી ખળભળાટ
Rajkot : શહેર કોંગ્રેસમાં એકવાર ફરી તીવ્ર આંતરિક વિવાદ અને ખળભળાટ શરૂ થઈ ગયો છે. આ વખતે વિવાદનું કેન્દ્ર છે કોંગ્રેસનું શહેરી કાર્યાલય અને તેની સાથે જોડાયેલા કેટલાક ગંભીર આરોપો. પૂર્વ કોર્પોરેટર અને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રભાવશાળી નેતા પ્રવીણભાઈ સોરાણીએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટે આખી કોંગ્રેસમાં હલચલ મચાવી દીધી છે.
પ્રવીણ સોરાણીની પોસ્ટથી કોંગ્રેસમાં હડકંપ
પ્રવીણ સોરાણીએ પોતાની પોસ્ટમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે અને પાર્ટીના કાર્યાલયને પોતાની માલિકીનું માની લે છે. પ્રવીણભાઈના શબ્દોમાં “શક્તિ નથી તો પ્રમુખપદ છોડી દેવું જોઈએ” જેવા તીક્ષ્ણ મેણા-ટોણા પણ જોવા મળ્યા છે.
પોસ્ટમાં કર્યા અનેક ગંભીર આરોપ
પોસ્ટમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ભાજપ સાથે સેટિંગ કરી છે અને આવનારા સમયમાં પાર્ટીને “0 સીટ” મળવાની શક્યતા છે. આ ઉપરાંત તેમણે કાર્યાલયને લઈને પણ ગંભીર વાત કરી છે. પ્રવીણ સોરાણીના કહેવા પ્રમાણે- કાર્યાલય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું માલિકીનું છે. તેમને અને અન્ય કાર્યકરોને કાર્યાલયમાંથી હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા છે. અમે લાંબા સમયથી કાર્યાલય બદલવાની માગ કરી રહ્યા હતા, પરંતુ તેની કોઈ સંવેદનશીલતા દેખાઈ નથી
Rajkot : પૂર્વ કોર્પોરેટર Pravinbhai Sorani ની પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો | Gujarat First
રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યલયને લઈ ફરી વિવાદ શરૂ થયો
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટની સોશિયલ મીડિયામાં પોસ્ટથી ખળભળાટ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને મેણા ટોણા માર્યા
શક્તિ નથી તો પ્રમુખ પદ છોડી… pic.twitter.com/A2cIir3dy0— Gujarat First (@GujaratFirst) February 8, 2026
Rajkot કોંગ્રેસમાં તીવ્ર રોષ અને અસંતોષ
આ પોસ્ટ બાદ રાજકોટ શહેર કોંગ્રેસમાં તીવ્ર રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક કાર્યકરો અને નેતાઓ આ વિવાદને પાર્ટીની અંદરની અસ્થિરતા અને નેતૃત્વની અસમર્થતાનું પરિણામ ગણાવી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે આ પોસ્ટ પાર્ટીની એકતાને નુકસાન પહોંચાડી શકે છે અને આગામી ચૂંટણીઓમાં પાર્ટીને વધુ નબળી બનાવી શકે છે.
હાલમાં આ મામલે રાજકોટ કોંગ્રેસના પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ પાર્ટીના કેટલાક કાર્યકરો અને નેતાઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ વિવાદના કારણે રાજકોટ શહેર કોંગ્રેસની આંતરિક એકતા ફરી એકવાર પરીક્ષણના દોરે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો- Amreli : પરિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો : પુત્રએ કર્યું પિતાનું મર્ડર, માતાએ કરી પુત્રની મદદ


