INDW vs NZW:ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે જીતી સિરીઝ,સ્મૃતિ-હરમને મચાવી ધૂમ
- ભારતીય મહિલા ક્રિકેટ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર જીત
- ભારતીય મહિલાએ સિરીઝ 2-1થી જીતી લીધી
- સ્મૃતિ મંધાએ સદી ફટકારી
INDW vs NZW:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ (INDW vs NZW)સામેની ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે મંગળવારે ત્રીજી અને નિર્ણાયક મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડે 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 4 વિકેટના નુકસાને 44.2 ઓવરમાં ચેજ કરી લીધો છે. ઓપનર સ્મૃતિ મંધાના(Smriti Mandhana)એ સદી અને કેપ્ટન હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur)અડધી સદી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાએ ફટકારી શાનદાર સદી
લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર શેફાલી વર્મા 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે ચોથી ઓવરમાં હેન્ના રોવેના હાથે કેચ આઉટ થઈ હતી. આ પછી સ્મૃતિ મંધાનાએ યાસ્તિકા ભાટિયા સાથે મળીને આગેવાની લીધી. બન્નેએ બીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. સોફી ડિવાઈને 21મી ઓવરમાં યસ્તિકાને કેચ એન્ડ બોલ્ડ કરી. યાસ્તિકા ભાટિયાએ 49 બોલમાં 35 રન બન્યા હતા. મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 117 રનની મજબૂત પાર્ટનરશીપ કરી હતી. હન્નાએ 40મી ઓવરમાં મંધાનાને બોલ્ડ કરી હતી. તેણે 122 બોલમાં 10 ફોરની મદદથી 100 રન બનાવ્યા હતા.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎! 👏👏 🏆
Scorecard ▶️ https://t.co/B6n070iLqu#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/frSDJOFqf8
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
આ પણ વાંચો -IND Vs NZ: મુંબઈ ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર!
મહિલા વનડેમાં ભારત માટે સૌથી વધુ સદી
- 8 - સ્મૃતિ મંધાના (88 ઇનિંગ્સ)
- 7 - મિતાલી રાજ (211 ઇનિંગ્સ)
- 6 - હરમનપ્રીત કૌર (116 ઇનિંગ્સ)
મહિલા ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 8મી ODI સદી
- 45 - મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
- 74 - ટેમી બ્યુમોન્ટ (ઇંગ્લેન્ડ)
- 88 - સ્મૃતિ મંધાના (ભારત)
- 89 - નતાલી સાયવર-બ્રન્ટ (ઇંગ્લેન્ડ)
સ્મૃતિ મંધાનાએ 122 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રનની ઇનિંગ રમી હતી. મંધાનાના આઉટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે જેમિમા સાથે મળીને 44.2 ઓવરમાં 233 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ વનડે શ્રેણી 2-1થી કબજે કરવામાં સફળ રહી. ભારતે પ્રથમ વનડે 59 રને જીતી હતી જ્યારે બીજી મેચ ન્યૂઝીલેન્ડે જીતી હતી.
આ પણ વાંચો -IND vs AUS: ભારતીય ટીમને મોટો ઝટકો,બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા આ બોલર થયો બહાર
દીપ્તિ અને પ્રિયાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન
મંધાના ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 68 બોલમાં 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે વિકેટકીપર બેટ્સમેન યસ્તિકા ભાટિયાએ 49 બોલમાં 35 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી હેન્ના રોવે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. કેપ્ટન સોફી ડિવાઇન અને ફ્રેન જોનાસને 1-1 વિકેટ મળી હતી.