Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Inflation India : મોંઘવારીનો ચોતર્ફો માર,પેટ્રોલ-ડીઝલ, દૂધ અને સોનાના ભાવમાં તોતિંગ વધારો

દેશમાં છેલ્લા બે દિવસમાં જે રીતે કિંમતોમાં ઉછાળો આવ્યો છે, તેણે સામાન્ય નાગરિકોની ઉંઘ ઉડાવી દીધી છે. ઈંધણથી લઈને ખાવા-પીવાની ચીજો સુધીના ભાવવધારા પાછળ સરકારી નિર્ણયો અને વૈશ્વિક બજારના સમીકરણો જવાબદાર માનવામાં આવે છે. આ 'ચોતર્ફા હુમલા' બાદ હવે સામાન્ય માણસ માટે જીવનનિર્વાહ કરવો કેટલો પડકારજનક બનશે, તે ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.
inflation india   મોંઘવારીનો ચોતર્ફો માર પેટ્રોલ ડીઝલ  દૂધ અને સોનાના ભાવમાં તોતિંગ વધારો
Advertisement
  • Inflation India : 48 કલાકમાં જનતા પર ચોતર્ફો હુમલો!
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયા સુધીનો મોટો વધારો
  • અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં પણ લિટર દીઠ ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો
  • સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી વધતા કિંમતોમાં 11,000 રૂપિયા સુધીનો તોતિંગ ઉછાળો
  • દિલ્હી-મુંબઈમાં સીએનજીના ભાવ વધતા રિક્ષા અને ટેક્સી ભાડા વધવાની શક્યતા
  • પીએમ મોદીની અપીલ બાદ આર્થિક માળખામાં મોટા ફેરફારોથી સામાન્ય જનતા પરેશાન

દેશની જનતા પર છેલ્લા 48 કલાકમાં મોંઘવારીનો 'ચોતર્ફો હુમલો' (Inflation Attack) થયો છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) થી લઈને દૂધ અને સોના-ચાંદીના ભાવમાં અચાનક થયેલા વધારાએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. શુક્રવાર 15 મે થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હી સહિતના મેટ્રો શહેરોમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે.

સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો

મોંઘવારીની શરૂઆત સોના-ચાંદીથી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi) આયાત ઘટાડવાની અપીલ બાદ સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી (Import Duty Hike) વધારતા સોનાના ભાવમાં 11,000 રૂપિયા અને ચાંદીમાં 22,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો આવ્યો હતો. આ આર્થિક ઝટકા હજુ શમ્યા નહોતા ત્યાં અમૂલ (Amul) અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરી ગૃહિણીઓનું બજેટ બગાડ્યું છે.

Advertisement

Inflation India: CNGના ભાવમાં પણ વધારો

માત્ર ઈંધણ જ નહીં, સીએનજી (CNG Price Hike) ના વપરાશકારોને પણ જોરદાર ઝટકો લાગ્યો છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજીના ભાવમાં કિલો દીઠ ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે સીએનજીનો ભાવ 97.09 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આમ, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં એકસાથે થયેલા વધારાને કારણે સામાન્ય માનવીની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.

Advertisement

આ પણ વાંચો: Inflation Impact: પેટ્રોલે વધારી ચિંતા! હવે રસોડાનું બજેટ ખોરવાશે, આ 10 વસ્તુઓના ભાવમાં થશે ધરખમ વધારો

Tags :
Advertisement

.

×