ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચની હોટલ બડગુજરમાં કાંદાના સલાડમાંથી નિકળી જીવાત; ગ્રાહકોની રજૂઆત બાદ ગરમાયો મામલો

ભરૂચની હોટલ બડગુજરમાં જીવતાનો વિવાદ : ગ્રાહકો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે જશે
07:22 PM Aug 27, 2025 IST | Mujahid Tunvar
ભરૂચની હોટલ બડગુજરમાં જીવતાનો વિવાદ : ગ્રાહકો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે જશે

ભરૂચ : ભરૂચના અંકલેશ્વરમાં આવેલી હોટલ બડગુજરમાં જીવાતવાળી વસ્તુ પિરસ્યા પછી પણ હોટલ સંચાલકે ગ્રાહકો સાથે ખરાબ વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ ગ્રાહકોમાં રોષ ફેલાવ્યો છે, અને હોટલ સંચાલકના ઉદ્ધત વલણ બાદ મામલો ગરમાયો છે. ગ્રાહકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે.

આ પણ વાંચો- Mehsana : ભાદરવી પૂનમે શક્તિપીઠ બહુચરાજી જવાનો છો ? તો વાંચી લો આ મહત્ત્વનાં સમાચાર

હોટલ સંચાલકની દાદાગીરી

અંકલેશ્વરની હોટલ બડગુજરમાં કેટલાક મિત્રો જમવા માટે ગયા હતા. ટેબલ પર પીરસવામાં આવેલા કાંદાના સલાડની વાટકીમાંથી અચાનક એક જીવતી (ઈયર) નીકળતાં ગ્રાહકો ચોંકી ગયા હતા. ગ્રાહકોએ આ બાબતે હોટલ સંચાલકને રજૂઆત કરી પરંતુ સંચાલકે આ મામલાને ગંભીરતાથી લેવાને બદલે ઉડાઉ જવાબ આપ્યો હતો. સંચાલકે ગ્રાહકોને કથિત રીતે કહ્યું, “તમારા ઘરે જમવા બેસો છો તો જીવાત નથી આવતી?” આવું ઉદ્ધત વલણ જોઈને ગ્રાહકોનો પિત્તો ગયો અને તેમણે આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો.

વીડિયોમાં સલાડની વાટકીમાં જીવતું સ્પષ્ટ દેખાય છે, જેના કારણે હોટલની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી ધોરણો પર ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને હોટલની આરોગ્ય અને સ્વચ્છતાને કેટલી નજર અંદાજ કરે છે, તે સ્પષ્ટ દર્શાવે છે.

ફૂડ સેફ્ટી ધોરણોની તપાસની માંગ

ગ્રાહકોએ હોટલ સંચાલકના વર્તનને “બેજવાબદાર” અને “અપમાનજનક” ગણાવ્યું છે. એક ગ્રાહકે જણાવ્યું, “અમે જમવા આવ્યા હતા, પરંતુ સલાડમાં જીવાત જોઈને અમારું મન બગડી ગયું. સંચાલકે આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે અમને જ ટોણો માર્યો.” ગ્રાહકોએ આ ઘટનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે, અને હોટલની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી ધોરણોની તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો- નવસારીના મુનસાડ ગામે લિવ-ઇનમાં રહેતા પ્રેમી-પ્રેમીકાનો કરૂણ અંજામ; હત્યા-આત્મહત્યા

Tags :
#HotelBadgujar#LivewormControversy#SaladLiveworm #FoodandDrug #ViralVideo #CleanlinessAnkleshwarBharuch
Next Article