Rajkot ભાજપમાં આંતરિખ વિવાદ, MLA દર્શિતા શાહને લઈને મેયરે કર્યા ચોંકાવનારા દાવા
Rajkot : ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાનો નામનો ઉલ્લેખ કરવા કહ્યું હોવાનોમેયરનો દાવો,અન્ય ધારાસભ્યોના નામ ન
Advertisement
- Rajkot ભાજપમાં ફરી આંતરિક ડખ્ખો ફરી એકવાર સામે આવ્યો
- મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે થઈ તું તું મેં મેં
- દિવાળી કાર્નિવલના આમંત્રણમાં ધારાસભ્યોના નામને લઈને થઈ બોલાચાલી
- ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાનો નામનો ઉલ્લેખ કરવા કહ્યું હોવાનોમેયરનો દાવો,અન્ય ધારાસભ્યોના નામ ન
- લખવા દર્શિતા શાહે કહ્યું:મેયર ધારાસભ્યએ મેયરને તું તારી કરી હોવાનો મેયરે કર્યો દાવો
- દિવાળી કાર્નિવલ રાજકોટ શહેરનો કાર્યક્રમ છતાં ધારાસભ્ય ની જીદ કે મારું એકનું જ નામ લખો
Rajkot : રાજકોટ શહેરના મેયર અને ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે એક દિવાળી ટાણે યોજાઈ રહેલા કાર્નિવલના આમંત્રણને લઈને વિવાદ થયો હતો. આ વિવાદના કારણે રાજકોટ ભાજપમાં રહેલા આંતરિક વિવાદને લઈને ચર્ચા તેજ થઈ છે. આ બાબતે રાજકોટમાં ભાજપમાં ફરીથી આંતરિક ડખ્ખો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા બે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો સામે આવતા ગુજરાત ભાજપમાં બધુ યોગ્ય ન ચાલતું હોવાની વાતો વહેંતી થઈ હતી. તો એક વખત ફરીથી રાજકોટ ભાજપમાં આંતરિક ડખ્ખો સપાટી ઉપર આવી ગયો છે. આ આંતરિક ડખ્ખાના કારણે રાજકોટ મેયર નયના પેઢડીયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ છે.

