International Day Against Drug Abuse : સાબરમતીના કિનારે ડ્રગ્સ મુક્ત ગુજરાતનો સંકલ્પ, જનજાગૃતિ માટે પોલીસનું મહાઅભિયાન
International Day Against Drug Abuse : 26 જુન વિશ્વ ડ્રગ્સ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફિકિંગની ઉજવણી થાય છે. તેના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસે સાયકલિંગ કરી સમાજને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી.
Advertisement
International Day Against Drug Abuse : 26 જુન વિશ્વ ડ્રગ્સ દિવસે દેશમાં અલગ-અલગ કાર્યક્રમો ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે યોજવામાં આવતા હોય છે, ગુજરાત પોલીસ દ્વારા પણ ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે આજે સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ડીજીપી અને અન્ય આઈપીએસ અધિકારીઓએ ભાગ લીધો હતો.

