Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INTERNATIONAL YOGA DAY : વડોદરામાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે યોગાભ્યાસ કર્યો

INTERNATIONAL YOGA DAY : સમા ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી સાથે મોટી સંખ્યામાં યોગ સાધકો ઉત્સાહભેર જોડાયા છે
international yoga day   વડોદરામાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી  આર  પાટીલે યોગાભ્યાસ કર્યો
Advertisement
  • આજે દેશભરમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે
  • વડોદરામાં આયોજિત યોગાના કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી વિશેષ હાજર રહ્યા
  • સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આયોજિત કાર્યકર્મમાં મોટી સંખ્યામાં યોગસાધકોની ઉપસ્થિતી

INTERNATIONAL YOGA DAY : આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA - C R PATIL) વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહીને યોગાભ્યાસ કરી રહ્યા છે. આજે વડોદરા પાલિકા દ્વારા યોગ સત્ર યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે મોટી સંખ્યામાં યોગ સાધકો જોડે યોગ કરી રહ્યા છે. તેમની સાથે શહેરના ધારાસભ્ય અને દંડક, સાંસદ સહિતના અગ્રણીઓ યોગ અભ્યાસ અર્થે જોડાયા છે.

યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજે દેશભરમાં 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી 11 વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને 175 જેટલા નાના-મોટા દેશોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. આજે વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પર યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આયોજિક કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં યોગ સાધકો દ્વારા યોગ સાધના કરવામાં આવી રહી છે.

Advertisement

અગ્રણીઓ જોડાયા

સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક બાળુ શુક્લ, સાંસદ ડો. હેમાંગ જોષી, શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની સહિતના અગ્રણીઓ જોડાયા હતા. સ્થળ પર હાજર લોકોમાં યોગ અભ્યાસને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement

આ પણ વાંચો ---  INTERNATIONAL YOGA DAY : 'યોગ વિશ્વભરમાં લોકોની જીવનશૈલીનો ભાગ બન્યો' - PM મોદી

Tags :
Advertisement

.

×