INTERNATIONAL YOGA DAY : 'યોગ વિશ્વભરમાં લોકોની જીવનશૈલીનો ભાગ બન્યો' - PM મોદી
- આજે વિશ્વભરમાં 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગેચંગે ઉજવણી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા
- હું થી આપણા સુધીની યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
INTERNATIONAL YOGA DAY : 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે, ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' (YOGA SANGAM) હેઠળ, લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ (YOGA PROTOCOL) અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. સાથે જ વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય કક્ષાના યોગ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ (PRESIDENT OF INDIA DRAUPADI MURMU) દહેરાદૂનમાં આયોજિત યોગ દિવસ નિમિત્તના કાર્યક્રમમાં હાજર રહેેશે. અત્રે નોંધનીય છે કે, હાલ તેઓ ત્રણ દિવસના દહેરાદુનના પ્રવાસે છે
વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમ (VISAKHAPATNAM) માં છે. અહીં જનતાને સંબોધતા તેમણે કહ્યું, "જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર જોઉં છું, ત્યારે મને ઘણી બધી વાતો યાદ આવે છે. જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પછી શક્ય તેટલા ઓછા સમયમાં, વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા."
વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે
તેમણે વધુમાં કહ્યું કે આજના વિશ્વમાં આ પ્રકારનું સમર્થન સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે 11 વર્ષ પછી, આપણે જોઈએ છીએ કે યોગ વિશ્વભરના લાખો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. જ્યારે હું જોઉં છું કે અમારા દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે મને ગર્વ થાય છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે.
ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે - સર્વે ભવન્તુ સુખિનઃ
વડાપ્રધાને ઉમેર્યું કે, "જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હિતોથી ઉપર રહીને સમાજ વિશે વિચારે છે, ત્યારે જ સમગ્ર માનવતાનું ભલું થાય છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે - સર્વે ભવન્તુ સુખિનઃ, જેનો અર્થ છે કે બધાનું કલ્યાણ એ મારું કર્તવ્ય છે. હું થી આપણા સુધીની યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે. દુર્ભાગ્યવશ, આજે આખું વિશ્વ કોઈક પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. આવી સ્થિતિમાં, યોગ આપણને શાંતિની દિશા આપે છે."
આ પણ વાંચો --- LIVE: International Yoga Day : લોકોમાં યોગાસન અંગે જાગૃતિ લાવવા આજે દેશભરમાં યોગ દિવસની ઉજવણી