ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narendra Modi Stadium : પોલીસ કૃપાથી મફતમાં IPLની મેચ જુઓ, જીવના જોખમે ઘૂસણખોરી

Narendra Modi Stadium : અમદાવાદના મોટેરા સ્ટેડીયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં અનેક મોટા કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. હાલમાં ઈન્ડીયન પ્રીમીયર લીગ-2025 (IPL 2025) ની અનેક મેચ મોદી સ્ટેડીયમમાં રમાઈ ગઈ અને રમાવાની બાકી છે. તાજેતરમાં...
08:27 PM Mar 31, 2025 IST | Bankim Patel
Narendra Modi Stadium : અમદાવાદના મોટેરા સ્ટેડીયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં અનેક મોટા કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. હાલમાં ઈન્ડીયન પ્રીમીયર લીગ-2025 (IPL 2025) ની અનેક મેચ મોદી સ્ટેડીયમમાં રમાઈ ગઈ અને રમાવાની બાકી છે. તાજેતરમાં...

Narendra Modi Stadium : અમદાવાદના મોટેરા સ્ટેડીયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં અનેક મોટા કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. હાલમાં ઈન્ડીયન પ્રીમીયર લીગ-2025 (IPL 2025) ની અનેક મેચ મોદી સ્ટેડીયમમાં રમાઈ ગઈ અને રમાવાની બાકી છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટિકિટ વિના ઘૂસણખોરી (Intrusion into Narendra Modi Stadium) કરતા અનેક પોલીસવાળા અને લાગવગીયા માણસોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સ્થિતિ સ્ટેડીયમની સુરક્ષા માટે અતિ ગંભીર છે. આ સમગ્ર ઘટના પાછળ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના એક પોલીસ અધિકારી દાદાગીરીથી આ ઘૂસણખોરી કરાવતા હોવાની વાતો સામે આવી રહી છે. ભૂતકાળમાં પણ Ahmedabad Coldplay Concert દરમિયાન આવી જ ઘૂસણખોરીની સ્થિતિ જોવા મળી હતી.

 

શું દેખાય છે વાયરલ વીડિયોમાં ?

વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ Narendra Modi Stadium આજકાલ ચર્ચામાં છે. ગત શનિવારે રમાયેલી ગુજરાત ટાઈટન વિરૂદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (Gujarat Titans vs Mumbai Indians) ની ચાલુ મેચ દરમિયાનના કેટલાંક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Videos) થયા છે. આ વીડિયોમાં સ્ટેડિયમમાં પ્રવેશવાના દ્વાર બંધ કરી દેવાયા બાદ કેટલાંક પોલીસવાળા અને મહિલા સહિતના લાગવગીયા લોકો જીવના જોખમે સ્ટેડીયમમાં ઘૂસણખોરી કરતા નજરે પડે છે. જીવના જોખમે લોખંડના ગેટની એન્ગલો પકડીને ઘૂસણખોરી કરતા શખ્સોના વીડિયો કોઈ જાગૃત્ત નાગરિકે ઉતાર્યા છે.

 

કેમ ઘૂસણખોરી કરવી પડે છે

મેચ જોવી છે, પરંતુ રૂપિયા ખર્ચવા નથી. અમદાવાદ જ નહીં દેશભરમાં મફતમાં ઈવેન્ટ જોવાવાળો વર્ગ ખૂબ જ વિશાળ છે. Narendra Modi Stadium માં પણ ટિકિટ વિના સારા સ્થાને બેસવા માટે આવા ઘૂસણખોરો પોતાની લાગવગ લગાવતા હોય છે.

આ પણ  વાંચો -Gun Licence Scam નો સુરેન્દ્રનગર એસઓજીએ કર્યો પર્દાફાશ, 25 હથિયારો અને 21 ગન લાયસન્સ જપ્ત

આ ઘટના માટે જવાબદાર એક માત્ર પોલીસ

Narendra Modi Stadium માં ઘૂસણખોરીની સ્થિતિ માટે જવાબદાર હોય તો માત્રને માત્ર ઘટના સ્થળ પરના પોલીસ અધિકારી. Gujarat First એ આ મામલે વાત કરી તો, ટિકિટ તપાસવાનું કામ સુરક્ષા કર્મીઓનું છે તેમ કહીને પોલીસ અધિકારીઓ બચાવ કરે છે. લોખંડની એન્ગલ પકડીને ઉંચાઈ પર ઘૂસણખોરી કરતા શખ્સોને અટકાવવાનું કામ તો પોલીસનું જ છે. કોઈ શખ્સ યોગ્ય તપાસ વિના ઘૂસણખોરી કરીને સ્ટેડીયમમાં પ્રતિબંધિત ચીજવસ્તુ કે હથિયાર કે દારૂગોળો લઈ જાય તો તેના માટે કોણ જવાબદાર.

આ પણ  વાંચો -RR vs CSK: રાજસ્થાનની 'રોયલ' જીત, ભારે રસાકસીના અંતે ચેન્નાઇ હાર્યું

કેવી રીતે અધિકારી કરાવે છે ઘૂસણખોરી ?

મ્યુઝીક કૉન્સર્ટ હોય કે ક્રિકેટ મેચ Narendra Modi Stadium માં સુરક્ષા અર્થે  IPS સહિતના અનેક પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને નિર્ધારિત સ્થાન પર ફરજ સોંપવામાં આવે છે. સ્ટેડીયમની બહાર અને ગેટ પર તૈનાત અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની હોય છે. લાગવગીયા લોકોને વગર ટિકિટે સ્ટેડિયમમાં ઘૂસાડવા માટે અમદાવાદ પોલીસની વાન (Ahmedabad Police Van) નો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. પોલીસ વાનમાં બેસેલા ટિકિટ/પાસ નહીં ધરાવતા લોકોને આસાનીથી સ્ટેડીયમના ગેટમાંથી પ્રવેશ આપી શકાય છે. સ્ટેડીયમનો ગેટ ઓળંગી લીધા બાદ આવા શખ્સોને સ્ટેડીયમની અંદર પ્રવેશવાનો ગેટ બંધ થાય ત્યાં સુધી થોભો અને રાહ જુઓ તેમ કહેવામાં આવે છે. છેલ્લો પ્રવેશ ગેટ બંધ થયા બાદ પોલીસ સહિતના ઘૂસણખોરો જીવને જોખમમાં મુકીને પોલીસ અધિકારીની હાજરીમાં અંદર પ્રવેશે છે.

 

Tags :
Ahmedabad Coldplay ConcertAhmedabad PoliceAhmedabad Police VanBankim PatelGujarat FirstGujarat Titans vs Mumbai IndiansIntrusion into Narendra Modi StadiumNarendra Modi StadiumViral Videos
Next Article