Rajkot તોલમાપ વિભાગના અધિકારીનો લાંચ કેસ, ગાંધીનગરથી તપાસનો ધમધમાટ શરૂ
- રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીનો લાંચ કેસ
- કલેક્ટરના રિપોર્ટ બાદ ગાંધીનગરથી તપાસનો ધમધમાટ
- ગાંધીનગરની ટીમે તોલમાપ વિભાગના અધિકારીના લીધા નિવેદન
- દંડ કર્યો હોય તો સાંસદની ઓફિસે માફી કેમ માંગી એ પણ સવાલ
રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા દ્વાતા તોલમાપ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવેલ તોડ મામલે પ્રેસનોટમાં તોલમાપના અધિકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તોડકાંડ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તોપમાપ વિભાગમાં કરવામાં આવેલ રિપોર્ટ બાદ ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્વારા રાજકોટ તોલમાપ વિભાગના સબંધિત અધિકારીનાં નિવેદન લેવામાં આવ્યા હતા. અધિકારી દ્વારા જોકે અધિકારીઓ દ્વારા દંડ લેવામાં આવ્યો હોવાની કેફિયત ગાંધીનગરની ટીમ સમક્ષ રટણ કરવામાં આવી હતી. જો કે દંડ લીધો હોય તો અધિકારીઓ સાંસદ રામભાઈ મોકરિયા ઓફીસે માફી માંગવા કેમ જવી પડી. અધિકારી તોડ કાંડ માત્ર એક જ નહીં પણ ભૂતકાળ તપાસ કરવામાં આવે તો અનેક તોડકાંડ સામે આવે તેવી સંભાવનાઓ છે.
સાંસદ દ્વારા પ્રેસનોટમાં તોડ કર્યાનો કર્યો હતો ખુલાસો
રાજકોટમાં અધિકારીની તોડબાજી બાબતે ફરી સાંસદ મેદાને આવ્યા છે. સાસંદ રામભાઈ મોકરિયાએ પ્રેસનોટમાં મહત્વના ખુલાસઓ કર્યા છે. સાંસદ રામભાઈ મોકરિયાએ જાહેર કરેલ પ્રેસનોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ એક સરકારી ઓફીસના અધિકારી દ્વારા રૂ. 25000 નો તોડ કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. વેપારી દ્વારા આ સમગ્ર બાબતે સાંસદને રજૂઆત કરતા સાંસદ દ્વારા નાણાં પરત અપાવ્યા હતા. અધિકારીના નામ વગરની પ્રેસ નોટથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રામ મોકરિયાએ અધિકારી પાસેથી રૂપિયા અપાવ્યા પરત
આ બાબતે સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, આખી વિગત એવી છે કે જે વેપારીએ મને કાલે ફોન કર્યો હતો. મારા કારખાનામાં કોઈ અધિકારી આવ્યા છે. અને તપાસ માટે આવ્યા છે. મને હેરાન કરે એવું છે. એના જ ફોનમાં અધિકારીને ફોન કરીને કીધુ કે આનો જે કાયદેસરનો દંડ થતો હોય તે દંડ લઈ બીજી કોઈ હેરાનગતિ ન કરતા. જે બાદ પેલા ભાઈએ કીધું કે હું તમને ઓળખું છું. દસ મિનિટ બાદ ફરી ઉદ્યોગપતિનો ફોન આવ્યો હતો કે મારી પાસેથી 25 હજાર રૂપિયા લીધા છે કરપ્શનનાં અને મને 12 હજારની પહોંચ આપી છે. જે બાદ મે અધિકારીને ફોન કર્યો કે ભાઈ તમે તેમના પૈસા પાછા આપી દો. મે કાયદેસર દંડ લેવાનું કહ્યું હતું. તો પૈસા શેના માટે હોય જે બાદ અધિકારી દ્વારા પૈસા પરત આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Mahesana: કડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ, વિસાવદરમાં મહંત મહેશગીરી આપ્યું મોટુ નિવેદન
આ પણ વાંચોઃ Surat : જૈન સાધુઓને વિહાર વખતે સુરક્ષા મળી રહે તે માટે રેલી યોજાઈ, કલેક્ટરને અપાયું આવેદન પત્ર
રજુઆત બાદ સાંસદ મોકરિયાએ રૂપિયા અપાવ્યા હતા પરત
રાજકોટના સાંસદ દ્વારા તોડકાંડ બાબતે અધિકારી પર આક્ષેપ કર્યા બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા તોલમાપ વિભાગના અધિકારીને ગુજરાત ફર્સ્ટ દ્વારા સવાલ પૂછવામાં આવતા અધિકારી જવાબ આપ્યા વગર ભાગ્યા હતા. સાંસદના તોડકાંડના બોમ્બ બાદ તોલમાપ વિભાગના અધિકારી સાંસદને મળવા આવ્યા હતા. પરંતું અધિકારીઓ મીડિયાને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ તોલમાપ વિભાગના આસિસ્ટન્ટ નિરીક્ષકે મોટો તોડ કર્યો હતો. તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણે 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જે બાબતે ભોગ બનનાર વેપારીએ સાંસદ રામ મોકરિયાને આ બાબતે રજૂઆત કરી હતી. રજૂઆત સાંભળ્યા બાદ સાંસદ દ્વારા વેપારીને રૂપિયા પરત અપાવ્યા હતા.