Jamnagar : GG હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, આઉટસોર્સ કર્મચારીઓએ આચાર્યું કૌભાંડ
- જામનગર જીજી હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ
- ગાંધીનગરથી ટીમ જીજી હોસ્પિટલ તપાસ માટે પહોંચી
- આઉટસોર્સથી નોકરી કરતા એક મહિલા- પુરુષે આચાર્યું કૌભાંડ
- 3 વર્ષમાં બેંક એકાઉન્ટમાં રૂ.17.20 લાખના સરકારી નાણાની ઉચાપત
જામનગરમાં જીજિ હોસ્પિટલમાં કૌભાંડ મામલે ગાંધીનગરથી ટીમ જીજી હોસ્પિટલ પહોંચી હતી. જીજી હોસ્પિટલના વહીવટી વિભાગના આઉટસોર્સથી નોકરી કરતા એક મહિલ અને એક પુરૂષે કૌભાંડ આચર્યું હતું. હોસ્પિટલના કર્મચારીએ ત્રણ વર્ષના ગાળામાં પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા 17.20 લાખના સરકારી નાણાંની ઉચાપત કરી હતી. કર્મચારીઓએ અંગત ફાયદા માટે રૂપિયા વાપરી નાંખાય હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
![]()
હેરાફેરી કરી નાણાની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી
હોસ્પિટલના પગાર-ખર્ચ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા નામના આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાનું સામે આવ્યું છે. બંને શખ્સોએ તેના સગા સબંધીઓના બેંક એકાઉન્ટમાં પણ સરકારી નાણાની હેરાફેરીી કરી નાણાંની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી છે. જો કે આ નાણાનો આંક કેટલો આંક છે? જેની પોલીસ તપાસ બાદ વિગતો જાણવા મળશે. હિસાબી વહીવટની વધારાની જવાબદારી સંભાળતા ડો. ભાવિન કણસાગરને બંને કર્મચારીઓ સામે આર્થિક ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી, હવામાન વિભાગની આગાહી અંગે ચર્ચા કરી
તાત્કાલીક ધોરણે તેઓને છૂટા કરી દેવામાં આવ્યાઃ દિપક તિવારી
જામનગર જીજી હોસ્પિટલના અધિક્ષક દિપક તિવારીએ જણાવ્યું હતું કે, અત્યારે આપણી પાસે જે ટ્રેઝરી દ્વારા માહિતી હતી. એનાથી એક બે મહિના પહેલાથી આ બધુ ચાલી રહ્યું હતું. તેમજ આ તમામ કૌભાંડ બાબતે તપાસ ચાલુ છે. આ બાબતે એજન્સીને પણ જાણ કરી દેવામાં આવી છે. તેમની વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અને તાત્કાલીક ધોરણે તેઓને છુટા કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot માં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ