Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2025 Closing Ceremony: ભારતીય સેનાની બહાદુરીને સલામ, શંકર મહાદેવનનું ખાસ પરર્ફોમન્સ

IPL 2025 Closing Ceremony : IPL 2025 પહેલા ઓપરેશન સિંદૂરની થીમ પર એક ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય સેનાની બહાદુરીને સલામ કરવામાં આવી હતી. આ દરમિયાન, ફેમસ સિંગર શંકર મહાદેવને પોતાના અભિનયથી બધાના હૃદયને સ્પર્શી લીધા...
ipl 2025 closing ceremony  ભારતીય સેનાની બહાદુરીને સલામ  શંકર મહાદેવનનું ખાસ પરર્ફોમન્સ
Advertisement

IPL 2025 Closing Ceremony : IPL 2025 પહેલા ઓપરેશન સિંદૂરની થીમ પર એક ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય સેનાની બહાદુરીને સલામ કરવામાં આવી હતી. આ દરમિયાન, ફેમસ સિંગર શંકર મહાદેવને પોતાના અભિનયથી બધાના હૃદયને સ્પર્શી લીધા .

આ દરમિયાન શંકર મહાદેવનના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવને પણ પરર્ફોમ કર્યું. આ સિવાય આ કાર્યક્રમ દરમિયાન પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન, 'તલવારોં પર સર વાર દિયા' પર પ્રથમ પ્રસ્તુતિ આપવામાં આવી. તમને જણાવી દઈએ કે IPL 2025 ની ફાઈનલ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે.

Advertisement

આ પણ  વાંચો - RCB vs PBKS Final : આ ટીમ બનશે વિજેતા, Phalodi Satta Bazaar ની ચોંકાવનારી ભવિષ્યવાણી!

Advertisement

એક પછી એક દેશભક્તિ ગીત

આ કાર્યક્રમ દરમિયાન ભારતીય દળોની બહાદુરીને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા પણ દર્શાવવામાં આવી હતી. આ દરમિયાન શંકર મહાદેવને પોતાના પુત્રો સાથે કહ્યું, મૈં રહૂ યા ન રહૂં, ભારત તો રહેવું જ જોઈએ. હા, યહી રાસ્તા હૈ તેરા, જેવા ગીતો પર દેશભક્તિનો પર્ફોર્મન્સ આપ્યો.

આ પણ  વાંચો - IPL 2025 : આજના મહામુકાબલામાં જે ટીમ જીતશે તેના પર થશે ધનવર્ષા, જાણો પૂરી વિગત

ભારતીય સેનાને સલામી આપી

આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ કલાકારો સાથે ગાતા રહ્યા અને ભારતીય સેનાને સલામી આપતા રહ્યા. આ પછી શંકર મહાદેવન અને તેમના સાથી કલાકારોએ 'એ વતન-વતન મેરે આબાદ રહે તુ' ગીત રજૂ કર્યું હતું.

દેશભક્તિના રંગમાં રંગાયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

કાર્યક્રમની આગામી રજૂઆત ફિલ્મ લક્ષ્યનું ગીત 'કદમ સે મિલતે હૈં કદમ' હતું. આ પછી, 'મા તુઝે સલામ' ગીતે મેદાનમાં હાજર ફેન્સને દેશભક્તિની ભાવનાથી ભરી દીધા. કાર્યક્રમની આગામી રજૂઆત 'યે દેશ હૈ વીર જવાનોં' ની હતી. શંકર મહાદેવન અને તેમના સાથી કલાકારોએ તેને ખૂબ જ અલગ સ્ટાઈલમાં રજૂ કર્યું.આ પછી, શંકર મહાદેવનના પુત્રોએ 'લહેરા દો' ગીત ગાઈને IPL ફાઈનલ પહેલા મેદાનના વાતાવરણને સંપૂર્ણપણે દેશભક્તિપૂર્ણ બનાવી દીધું. સૌથી પહેલા 'સુનો ગૌર સે દુનિયા વાલૌં' ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જે વિશ્વભરના લોકોને ભારતીય સેનાની બહાદુરીનો સંદેશ આપતું હતું.

Tags :
Advertisement

.

×