Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL ની ફાઈનલ જોવા ગયેલા અનેક દર્શકોના મોબાઈલ ફોન ચોરાયા, બે ફરિયાદ ચોપડે નોંધાઈ

ભારે ભીડનો લઈને ચોર-લૂંટારૂઓએ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ની અંદર-બહાર હાથ અજમાવ્યો છે.
ipl ની ફાઈનલ જોવા ગયેલા અનેક દર્શકોના મોબાઈલ ફોન ચોરાયા  બે ફરિયાદ ચોપડે નોંધાઈ
Advertisement

IPL 2025 ની ફાઈનલ મેચ સહિતના અનેક મુકાબલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાઈ ચૂક્યાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની ટક્કર જોવા માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ હતો. અમદાવાદ સહિત દેશભરમાંથી અનેક રસિયાઓ IPL 2025 Final જોવા મંગળવારે આવી ગયા હતા. મોટાભાગના દર્શકોએ ટ્રાફિકથી બચવા માટે સ્ટેડીયમ જવાના વિકલ્પ તરીકે મેટ્રો પર પસંદગી ઉતારી હતી. જેના કારણે મેટ્રોને ફાઈનલના દિવસે 32.13 લાખ રૂપિયાની આવક થઈ છે. બીજી તરફ ક્રિકેટ રસિયાઓના ખિસ્સા કપાયા છે, તો કેટલાંકના મોબાઈલ ફોન ચોરાયા છે. ભારે ભીડનો લઈને ચોર-લૂંટારૂઓએ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ની અંદર-બહાર હાથ અજમાવ્યો છે. ચાંદખેડા પોલીસે (Chandkheda Police) ચોરી/લૂંટની બે ફરિયાદ ચોપડે નોંધી છે.

પોલીસ બંદોબસ્ત છતાં ચોર સક્રિય

IPL 2025 હોય કે અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટ કે પછી અન્ય કાર્યક્રમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર-બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ચોર પોલીસની હાજરીમાં કળા અજમાવી જાય છે. શાતિર ચોર ટોળકી હંમેશા ભીડનો લાભ ઉઠાવે છે. જ્યારે જ્યારે સ્ટેડીયમ હાઉસફૂલ થયું છે ત્યારે ત્યારે મોબાઈલ ચોરી, પાકીટ ચોરીની ઘટનાઓ બની છે. લોખંડી બંદોબસ્ત હોવા છતાં પોલીસની હાજરી વચ્ચે હંમેશા ચોર સફળ રહે છે.

Advertisement

ચાંદખેડા પોલીસે બે ફરિયાદ નોંધી

ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે મોબાઈલ સ્નેચીંગની તેમજ ફોન ચોરીની એમ બે ફરિયાદ નોંધવામાં આવી છે. નાના ચિલોડા ઑવરબ્રિજ પાસે સંજયનગરમાં રહેતા ચંદન લાલાજી ઠાકોર તેમના બે મિત્રો સાથે IPL Final જોવા માટે મંગળવારે સ્ટેડીયમ આવ્યા હતા. રાત્રિના આઠેક વાગે ત્રણેય મિત્રો સ્ટેડીયમના ગેટ નંબર 1 બહાર ખાણી-પીણીની દુકાન તરફ જતા હતા. ચંદન ઠાકોર પોતાના ફોનમાં વૉટસએપ જોઈ રહ્યાં હતા તે સમયે ટુ વ્હીલર પર આવેલા અજાણ્યા શખ્સે એક હાથથી ચંદનનો ફોન ઝૂંટવી લઈ નાસી છૂટ્યો હતો. મોબાઈલ ફોનની લૂંટ થતાં ચંદન ઠાકોરે બૂમો પાડી હતી, પરંતુ મોટેરા પરિમલ હૉસ્પિટલની પાછળના ભાગે ભીડમાં ટુ વ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે બનાસકાંઠા અંબાજી ખાતે રહેતા હેન્સ બ્રહ્મભટ્ટનો પુત્ર કહાન અને ડ્રાઈવર સાગર દેસાઈ મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. IPL Final પૂર્ણ થતાં રાત્રિના પોણા બારેક વાગે સ્ટેડીયમ ગેટ નંબર 2થી તેઓ બહાર નીકળ્યા હતા. આ સમયે કહાને તેના પિતાને જણાવ્યું હતું કે, પેન્ટના ખિસ્સામાં મુકેલો ફોન કોઈ શખ્સે ચોરી કરી લીધો છે.

Advertisement

આ પણ વાંચોઃ ટ્રક ભરીને જામનગર જતો 92 લાખનો વિદેશી દારૂ મોરબી જિલ્લામાંથી SMC એ પકડ્યો

અન્ય ભોગ બનનારાઓએ ફરિયાદ કરવાની ટાળી

Narendra Modi Stadium માં આઈપીએલની ફાઈનલ જોવા આવેલા કેટલાંક દર્શકોના મોબાઈલ ફોન અને પર્સ ખિસ્સા કાતરૂઓ લઈ ગયા છે. અમદાવાદ બહારના ભોગ બનનારાઓએ FIR નોંધાવવાનું ટાળ્યું છે. બપોરના મેચ જોવા સ્ટેડીયમમાં આવેલા દર્શકો મધરાતે બહાર નીકળ્યા ત્યારે તેમના ખિસ્સા કપાયા હતા. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જાય તો ત્રણ થી ચાર કલાકનો સમય થાય અને ધક્કા ખાવા પડે તે અલગ. આથી મોટાભાગના લોકોએ ખિસ્સા કપાયા બાદ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.

આ પણ વાંચોઃ બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા

Tags :
Advertisement

.

×