ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 Mega Auction MI: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ

IPL 2025 Mega Auction MI: મુંબઈ ઈન્ડિયન્સે અફઘાનિસ્તાનના એક યુવા ખેલાડી પર મોટો દાવ લગાવ્યો છે. મુંબઈએ અલ્લાહ ગઝનફરને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
07:08 PM Nov 25, 2024 IST | Hiren Dave
IPL 2025 Mega Auction MI: મુંબઈ ઈન્ડિયન્સે અફઘાનિસ્તાનના એક યુવા ખેલાડી પર મોટો દાવ લગાવ્યો છે. મુંબઈએ અલ્લાહ ગઝનફરને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
IPL 2025 mega auction

IPL 2025 Mega Auction: મુંબઈ ઈન્ડિયન્સે(Mumbai Indians)આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં મોટો નિર્ણય લીધો. મુંબઈએ અફઘાનિસ્તાનના અલ્લાહ ગઝનફર(allah ghazanfar)ને ખરીદ્યો છે. તે માત્ર 18 વર્ષનો છે. ગઝનફરને મુંબઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે તેમની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા હતી. ગઝનફરનો ઘરેલુ રેકોર્ડ સારો રહ્યો છે. તે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના નેટ બોલર પણ રહી ચૂક્યા છે.

મુંબઈએ તેમને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યા.

ગઝનફર (allah ghazanfar)પર પહેલી બોલી કોલકાતા નાઈટ રાઈડર્સે લગાવી હતી. ત્યારબાદ આરસીબી પણ સ્પર્ધામાં જોડાઈ ગઈ. પરંતુ આરસીબીએ છેલ્લી બોલી 2 કરોડ રૂપિયા સુધી લગાવી. કેકેઆરની વાત કરીએ તો તેણે 4.60 કરોડ રૂપિયા સુધીની છેલ્લી બોલી લગાવી. પરંતુ અંતે મુંબઈએ બાજી મારી લીધી. મુંબઈએ તેમને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યા.

મુંબઈના નેટ બોલર રહી ચૂક્યો છે ગઝનફર

અલ્લાહ ગઝનફર(allah ghazanfar)નો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે. તે મુંબઈ ઈન્ડિયન્સના નેટ બોલર રહી ચૂક્યા છે. પરંતુ વિઝા ન મળવાના કારણે ભારત આવી શક્યા ન હતા. પરંતુ હવે તે મુંબઈની મુખ્ય ટીમનો ભાગ બનશે. તેમણે અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે 8 વનડે મેચ રમ્યા છે. આ દરમિયાન 12 વિકેટ ઝડપી છે. તે લિસ્ટ એના 12 મેચોમાં 16 વિકેટ લઈ ચૂક્યા છે. જ્યારે 16 ટી20 મેચોમાં 29 વિકેટ ઝડપી છે.

આ પણ  વાંચો -IPL Auction 2025:ભારતીય ફાસ્ટ બોલર્સ માટે ટીમોએ ખોલી તિજોરી, આટલા કરોડમાં ખરીદયા

મુંબઈએ આ ખેલાડીઓ પર પણ ખર્ચ્યા પૈસા

મુંબઈ ઈન્ડિયન્સે દીપક ચાહર પર પણ પૈસા ખર્ચ્યા. તેમને મુંબઈએ 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા. ચાહરની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. રિયાન રિકલ્ટનને ટીમે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો. મુંબઈએ કર્ણ શર્માને 50 લાખ અને રોબિન મિંજને 65 લાખ રૂપિયામાં ખરીદ્યા. ટીમે નમન ધીર માટે આરટીએમનો ઉપયોગ કર્યો. તેમને 5.25 કરોડ રૂપિયા પગાર તરીકે મળશે.

આ પણ  વાંચો -IPL Mega Auction: ભુવનેશ્વરને બેંગલુરૂએ ખરીદ્યો, કોએત્જિની ગુજરાતમાં એન્ટ્રી

મુંબઈએ આ ખેલાડીઓને રિટેઈન કર્યા

મુંબઈએ સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને રિટેઈન કર્યા હતા. બુમરાહનો પગાર રિટેઈન પ્લેયર્સની યાદીમાં સૌથી વધારે છે. તેમને 18 કરોડ રૂપિયા મળશે. સૂર્યા અને હાર્દિકને સરખો પગાર મળશે. તેમનો પગાર 16.35 કરોડ રૂપિયા છે. આઈપીએલ 2025 મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના બની. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નહીં. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે પણ કોઈએ બોલી ન લગાવી. વિલિયમ્સનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. જ્યારે રહાણેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી. પૃથ્વી શોની બેઝ પ્રાઈસ માત્ર 75 લાખ રૂપિયા હતી. પૃથ્વી ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયા હતા. તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યું હતું.

Tags :
2025 ipl auctionallah gazanfarAllah Ghazanfarallah ghazanfar iplallah ghazanfar statsallah mohammad ghazanfarCricketCricket Newsday 2 mega auctionghazanfarghazanfar iplIPL 2025IPL 2025 Mega Auctionipl auctionIPL auction 2025 liveipl auction day 2IPL Auction Liveipl auction timeipl mega auction 2025ipl mega auction livejofra archerJos Buttlerkl rahulmega auction ki timingMumbai Indiansrishabh pantshreyas iyer
Next Article