IPL 2025 Suspeded : IPL ચાહકોએ નિરાશ ન થવું જોઈએ... એક અઠવાડિયા પછી ફરી મેચ શરૂ થશે, BCCI ની મોટી જાહેરાત
- ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી
- ભારત-પાકિસ્તાન તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે સત્તાવાર માહિતી આપી
IPL 2025 Suspeded : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. આ નિર્ણય 9 મેના રોજ BCCI ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ કહ્યું કે તેમણે ખેલાડીઓની ચિંતાઓ, ચાહકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. IPLનું અપડેટેડ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
બોર્ડે બધા હિસ્સેદારોના સામૂહિક હિતમાં આમ કરવાનું યોગ્ય માન્યું
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ નિર્ણય IPL ગવર્નિંગ કાઉન્સિલે તમામ મુખ્ય હિસ્સેદારો સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી લીધો હતો, જેમાં મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ તેમના ખેલાડીઓની ચિંતાઓ અને લાગણીઓ તેમજ બ્રોડકાસ્ટર્સ, પ્રાયોજકો અને ચાહકોના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.' બીસીસીઆઈને દેશના સશસ્ત્ર દળોની તાકાત અને તૈયારી પર સંપૂર્ણ વિશ્વાસ છે. બોર્ડે બધા હિસ્સેદારોના સામૂહિક હિતમાં આમ કરવાનું યોગ્ય માન્યું.
બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'આ નિર્ણાયક તબક્કે BCCI રાષ્ટ્રની સાથે મજબૂત રીતે ઉભું છે.' અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો અને આપણા દેશના લોકો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ.
બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના પરાક્રમી પ્રયાસોએ રાષ્ટ્રની સેવા કરી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'આ નિર્ણાયક તબક્કે BCCI રાષ્ટ્રની સાથે મજબૂત રીતે ઉભું છે.' અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો અને આપણા દેશના લોકો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના પરાક્રમી પ્રયાસોએ રાષ્ટ્રની સેવા કરી છે.
આ પણ વાંચો: India-pakistanTension : યુદ્ધનો માહોલ છે, શું ATM 2-3 દિવસ બંધ રહેશે? WhatsApp પર ફેક મેસેજ વાયરલ