Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2025 :આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સની કરશે કેપ્ટનશીપ,ટીમે કર્યો મોટો ખુલાસો

IPL 2025 રિટેન કરાયેલા ખેલાડીઓના નામ હવે જાહેર મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા સિઝનમાં ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે IPL 2025 માટે રિટેન કરાયેલા ખેલાડીઓના નામ હવે જાહેર કરવામાં આવ્યા છે. ફેન્સ હવે મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ...
ipl 2025  આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સની કરશે કેપ્ટનશીપ ટીમે કર્યો મોટો ખુલાસો
  • IPL 2025 રિટેન કરાયેલા ખેલાડીઓના નામ હવે જાહેર
  • મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા
  • સિઝનમાં ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે

IPL 2025 માટે રિટેન કરાયેલા ખેલાડીઓના નામ હવે જાહેર કરવામાં આવ્યા છે. ફેન્સ હવે મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે(Mumbai Indians) કુલ પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રોહિત શર્મા(rohit sharma), હાર્દિક પંડ્યા(Hardik Pandya), જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ સામેલ છે.

Advertisement

આગામી સિઝનમાં ટીમની કપ્તાની કોને બનશે

આ પાંચ ખેલાડીઓને રિટેન કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે કુલ 75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહને 18 કરોડ રૂપિયા, સૂર્યકુમાર યાદવને 16.35 કરોડ રૂપિયા, હાર્દિક પંડ્યાને 16.35 કરોડ રૂપિયા, રોહિત શર્માને 16.3 કરોડ રૂપિયા અને તિલક વર્માને 8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે એ પણ જાહેરાત કરી દીધી છે કે આગામી સિઝનમાં ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે.

Advertisement

આ ખેલાડી હશે કેપ્ટન

iPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સે માહિતી આપી છે કે હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં મુંબઈની કેપ્ટનશીપ કરશે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની કપ્તાની હેઠળ ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને તે વર્ષ 2024માં 10મા સ્થાને ટીમ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર હાર્દિક પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે વર્ષ 2020માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી IPLની સૌથી સફળ ટીમ તેની વાપસીની રાહ જોઈ રહી છે.

આ પણ  વાંચો -પાકિસ્તાન ક્રિકેટમાં વધુ એક ડખો! અચાનક કોચ Gary Kirsten ને રાજીનામું આપતા PCB નારાજ

Advertisement

ટીમના માલિકે જણાવી આ વાત

રિટેન કરાયેલા ખેલાડીઓ વિશે વાત કરતા આકાશ અંબાણીએ કહ્યું કે અમે હંમેશા માનીએ છીએ કે પરિવારની તાકાત તેના મૂળમાં રહે છે અને તાજેતરની ઘટનાઓ દરમિયાન આ માન્યતા વધુ મજબૂત થઈ છે. અમે રોમાંચિત છીએ કે MI ના મજબૂત વારસાને જસપ્રિત, સૂર્યા, હાર્દિક, રોહિત અને તિલક દ્વારા આગળ ધપાવવામાં આવશે, જે ખેલાડીઓ અમારી ટીમ અને ક્રિકેટની બ્રાન્ડના પર્યાય બની ગયા છે.

આ પણ  વાંચો -IPL 2025: શું ફરી બનશે વિરાટ કોહલી RCBનો કેપ્ટન! આવ્યુ મોટુ અપડેટ

મુંબઈ ઈન્ડિયન્સે કુલ પાંચ ટાઈટલ જીત્યા

જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખિતાબ જીત્યો છે. આ ચાર ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સના આધારસ્તંભ ગણાય છે. આ ચારેય અને ખાસ કરીને રોહિત શર્માને રિટેન કરવા, જેના વિશે ઘણી વાતો ચાલી રહી હતી કે તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. રોહિત શર્મા પણ આ સિઝનમાં ખેલાડી તરીકે રમતો જોવા મળશે. તેની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે કુલ પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા છે.

Tags :
Advertisement

.