IPL 2025: શું ફરી બનશે વિરાટ કોહલી RCBનો કેપ્ટન! આવ્યુ મોટુ અપડેટ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો કેપ્ટનમાં થશે બદલાવ
- રિટેન્શન લિસ્ટ થવાનું છે જાહેર
- કોહલી બનશે RCBનો કેપ્ટન
irat KOhli RCB Captain:IPL 2025ની મેગા ઓક્શન પહેલા તમામ ટીમો 31 ઓક્ટોબરે પોતાના ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર કરવા જઈ રહી છે. જે બાદ આ વર્ષના અંતમાં મેગા ઓક્શન જોવા મળી શકે છે. આ વખતે ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાતી જોવા મળી શકે છે, જ્યારે ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે.
રિટેન્શન લિસ્ટ થવાનું છે જાહેર
હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો કેપ્ટન પણ બદલાઈ શકે છે. એવા મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે વિરાટ કોહલી ફરી એકવાર RCBનો કેપ્ટન (Virat KOhli RCB Captain)બની શકે છે. મહત્વનું છે કેફાફ ડુ પ્લેસિસ ઘણા વર્ષોથી આરસીબીની કેપ્ટનશીપ કરતો જોવા મળે છે.
🚨 VIRAT KOHLI AS CAPTAIN 🚨
- Virat Kohli is set to return as RCB Captain from IPL 2025. [Sahil Malhotra from TOI. Com] pic.twitter.com/9AwMV8pKeu
— Johns. (@CricCrazyJohns) October 30, 2024
કોહલી બનશે RCBનો કેપ્ટન!
મળતી માહિતી અનુસાર વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની ફરીથી કેપ્ટનશીપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે ટીમ મેનેજમેન્ટ સમક્ષ આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી છે. જો કે આ વાત કેટલી સત્ય છે તેના વિશે કોઈને ખબર નથી અને ન તો આ અંગે RCB તરફથી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી છે. વિરાટ કોહલીએ લાંબા સમય સુધી IPLમાં RCBની કેપ્ટનશીપ કરી છે. કોહલી 9 વર્ષ સુધી RCBનો કેપ્ટન હતો. જો કે તેની કેપ્ટનશીપમાં ટીમ ટાઈટલ જીતી શકી ન હતી.
આ પણ વાંચો -બોલ સીધો આવીને વિકેટકીપરની આંખમાં વાગ્યો અને પછી જે થયું આ Video માં જુઓ
ફાફ ડુ પ્લેસિસની કરાશે બાદબાકી ?
વિરાટ કોહલીએ વર્ષ 2021માં RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જે બાદ ફાફ ડુ પ્લેસિસને RCBનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફાફ ત્રણ વર્ષથી RCBની કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે RCB ફાફને છોડી શકે છે. જે બાદ RCBને નવા કેપ્ટનની જરૂર પડશે. આવી સ્થિતિમાં શક્ય છે કે વિરાટ કોહલી ફરી એકવાર RCBની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે.
આ પણ વાંચો -INDW vs NZW:ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે જીતી સિરીઝ,સ્મૃતિ-હરમને મચાવી ધૂમ
વિરાટ ટ્રોફીનો દુષ્કાળ ખતમ કરવા માંગે છે
IPL 2025માં તેની કેપ્ટનશિપ હેઠળ, વિરાટ કોહલી ટ્રોફી માટે RCBની રાહનો અંત લાવવા માંગે છે. કોહલીએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે બેંગલુરુ ટીમ સાથે જોડાયેલો છે. કિંગ કોહલીએ RCB માટે અત્યાર સુધીમાં કુલ 252 મેચ રમી છે અને આ દરમિયાન તેણે પોતાના બેટથી 8004 રન બનાવ્યા છે. વિરાટે આ લીગમાં 8 સદી અને 55 અડધી સદી ફટકારી છે.