IPL 2025 Winner RCB : આ એક અદ્ભુત કેચે RCB નાં 17 વર્ષનાં દુકાળનો અંત લાવ્યો!
- IPL 2025 ની ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને હરાવી ઇતિહાસ રચ્યો
- ફાઇનલ મેચ જીતી લેતા આરસીબીનાં 17 વર્ષનાં દુકાળનો આખરે અંત આવ્યો
- મેચમાં RCB નાં સ્ટાર ખેલાડી ફિલ સોલ્ટે એક અદભુત કેચ લીધો, જેણે મેચનું પરિણામ સંપૂર્ણપણે બદલી નાખ્યું
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આજે IPL 2025 ની ફાઇનલ મેચમાં, RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં RCB ની ટીમ 6 વિકેટે મેચ જીતી લેતા 17 વર્ષનાં દુકાળનો આખરે અંત આવ્યો છે. આરસીબીએ પ્રથમ બેટિંગ કરીને 190 રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબ કિંગ્સે પણ શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ, આ મેચમાં RCB નાં સ્ટાર ખેલાડી ફિલ સોલ્ટે (Phil Salt) એક કેચ લીધો જેણે મેચનું પરિણામ સંપૂર્ણપણે બદલી નાખ્યું.
આ પણ વાંચો - IPL 2025 Winner RCB : જીત સુનિશ્ચિત થતા જ ચાલુ મેચમાં વિરાટ કોહલી થયો ભાવુક, જુઓ Video
ફિલ સોલ્ટનાં કેચે મેચનું પાસું ફેરવી નાખ્યું
IPL 2025 ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) શાનદાર શરૂઆત મળી. આની શરૂઆત ફિલ સોલ્ટની (Phil Salt) શાનદાર ફિલ્ડિંગ પ્રદર્શનથી થઈ. તેણે બાઉન્ડ્રી લાઇન પર એક અદ્ભુત કેચ લીધો અને પંજાબ કિંગ્સનાં બેટ્સમેન પ્રિયાંશ આર્યને આઉટ કર્યો. પંજાબ કિંગ્સ 191 રનનાં ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને પ્રિયાંશ આર્ય સારી લયમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ, સોલ્ટનાં શાનદાર કેચે મેચનો માર્ગ બદલી નાખ્યો. આર્યએ જોશ હેઝલવુડનાં (Josh Hazlewood) બોલ પર શોટ રમ્યો, જેને સોલ્ટે ખૂબ જ કુશળતાથી પકડ્યો. આ કેચથી RCB ને મહત્ત્વપૂર્ણ વિકેટ મેળવવામાં સફળતા મળી અને ટીમ મેચમાં પાછી આવી.
આ પણ વાંચો - IPL Orange Cap Winner: સાંઈ સુદર્શને જીતી ઓરેન્જ કેપ, બનાવ્યા આટલા રન
Salt took flight, grabbed it tight. 🥶pic.twitter.com/00J7h3OF9C
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025
પંજાબની શરૂઆત ઝડપી રહી
191 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સની (Punjab Kings) ટીમ ઝડપથી રન બનાવી રહી હતી. પ્રિયાંશ આર્ય (Priyansh Arya) 19 બોલમાં 24 રન બનાવીને સારી બેટિંગ કરી રહ્યો હતો. તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા. એવું લાગતું હતું કે તે ટીમને જીત તરફ દોરી જશે. પછી જોશ હેઝલવુડે શોર્ટ બોલ ફેંક્યો. આર્ય તેને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. ફિલ સોલ્ટ ત્યાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સોલ્ટે (Phil Salt) દોડીને કેચ કર્યો. તે જાણતો હતો કે તે બાઉન્ડ્રીની બહાર જઈ શકે છે પરંતુ, તેણે તરત જ બોલ હવામાં ઉછાળ્યો અને પછી તે બાઉન્ડ્રીની બહાર ગયો અને પરત ફરી અદભુત કેચ કર્યો. આ જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો - IPLના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન