Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2025 Winner RCB : જીત સુનિશ્ચિત થતા જ ચાલુ મેચમાં વિરાટ કોહલી થયો ભાવુક, જુઓ Video

IPL 2025 ની ફાઇનલ મેચમાં RCB એ પહેલા રમતા 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમ ફક્ત 184 રન જ બનાવી શકી હતી.
ipl 2025 winner rcb   જીત સુનિશ્ચિત થતા જ ચાલુ મેચમાં વિરાટ કોહલી થયો ભાવુક  જુઓ video
Advertisement
  1. IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સને (PBKS) 6 રનથી હરાવી (IPL 2025 Winner RCB)
  2. જીત સુનિશ્ચિત થતા જ ચાલુ મેચમાં વિરાટ કોહલી ભાવુક થયો
  3. IPL નાં 18 વર્ષનાં ઇતિહાસમાં RCB પહેલીવાર ટ્રોફી જીતીને ચેમ્પિયન બન્યું

IPL 2025 Winner RCB : IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સને (PBKS) 6 રનથી હરાવીને ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો છે. IPL નાં 18 વર્ષનાં ઇતિહાસમાં RCB પહેલીવાર ટ્રોફી જીતીને ચેમ્પિયન બન્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) IPL 2025 ની ફાઇનલ મેચ રમાઈ, જેમાં RCB એ પહેલા રમતા 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમ 184 રન જ બનાવી શકી હતી. જીત પાક્કી થતાં જ ચાલુ મેચમાં વિરાટ કહોલી (Virat Kohli) મેદાન પર જ ભાવૂક થયો હતો.

આ પણ વાંચો - IPLના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન

Advertisement

Advertisement

IPL 2025 માં RCB એ ઇતિહાસ રચ્યો

IPL 2025 ની ફાઇનલ મેચમાં આરસીબી (IPL 2025 Winner RCB) તરફથી પંજાબ કિંગ્સને 191 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે, પંજાબે ઓપનિંગમાં 2 અનકેપ્ડ ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તેમની ટીમને ઝડપી શરૂઆત આપી હતી, પરંતુ પ્રિયાંશ 24 રન બનાવીને આઉટ થયો હતો. ફિલ સોલ્ટે એક અદ્ભૂત કેચ કરતા પ્રિયાંશને પેવેલિયન જવું પડ્યું હતું. પંજાબનો સ્કોર એક વિકેટનાં નુકસાન પર 72 રન હતો, પરંતુ આગામી 26 રનમાં પંજાબે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો - IPL-2025 Final Match : વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો, તોડ્યો ધવનનો રેકોર્ડ

જીત સુનિશ્ચિત થતા ચાલુ મેચમાં વિરાટ કોહલી ભાવુક થયો

આ મહત્વપૂર્ણ મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયર પણ ફક્ત 1 રન બનાવી શક્યો. ટૂંક સમયમાં જ પંજાબે 98 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી. નેહલ વાઢેરા અને શશાંક સિંહે ધીમે-ધીમે ઇનિંગને આગળ વધારી અને 38 રન ઉમેર્યા, પરંતુ એકવાર વિકેટો પડવાની શરૂઆત થઈ, મેચ પંજાબનાં હાથમાંથી સરકી જવા લાગી. પંજાબે માત્ર 9 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી. મેચ દરમિયાન જ્યારે આરસીબીની જીત પાક્કી થઈ ત્યારે ચાલુ મેચમાં જ વિરાટ કોહલી (Virat Kohli) ભાવુક થયો હતો.

આ પણ વાંચો - IPL 2025 Closing Ceremony: ભારતીય સેનાની બહાદુરીને સલામ, શંકર મહાદેવનનું ખાસ પરર્ફોમન્સ

Tags :
Advertisement

.

×