Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

CSKVsSRH : હૈદરાબાદની જીત, ઇશાન કિશને બોલાવી સટાસટી

CSKVsSRH વચ્ચે ચેપોકમાં ખેલાઇ રહ્યો છે જંગ, ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. રુતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની ટીમે સતત ત્રણ જીત નોંધાવીને શાનદાર વાપસી કરી હતી, પરંતુ છેલ્લી મેચમાં મળેલી મોટી હારથી ટીમનો પ્લેઓફમાં જવાનો માર્ગ મુશ્કેલ બન્યો હતો. બીજી તરફ, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
cskvssrh   હૈદરાબાદની જીત  ઇશાન કિશને બોલાવી સટાસટી
Advertisement
  • CSKVsSRH વચ્ચે ચેપોકમાં ખેલાઇ રહ્યો છે જંગ
  • પહેલા ચેન્નાઇના ભાગે આવી હતી બેટિંગ
  • વિકેટો ગુમાવવા છતાં ચેન્નાઇએ સારો રનસ્કોર કર્યો હતો

CSKVsSRH : IPL 2026 માં, આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 7 વિકેટના નુકસાન પર માત્ર 180 રન જ બનાવી શક્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, જ્યારે શાકિબ હુસૈને બે વિકેટ લીધી હતી. સામે બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે આ મેચ જીતી લીધી છે. જેમાં ઇશાન કિશનની 70 રનની સટાસટીનો મોટો ટેકો મળ્યો છે.

CSKVsSRH, હૈદરાબાદની સ્થિતિ વધારે સારી

ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. રુતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની ટીમે સતત ત્રણ જીત નોંધાવીને શાનદાર વાપસી કરી હતી, પરંતુ છેલ્લી મેચમાં મળેલી મોટી હારથી ટીમનો પ્લેઓફમાં જવાનો માર્ગ મુશ્કેલ બન્યો હતો. બીજી તરફ, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદની ટીમ આ જીત સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઇ ગઇ છે.

Advertisement

આ પણ વાંચો - Indian Women's Hockey : ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ, જાણો શું છે મહત્વ !

Advertisement

બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન

  • ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડીવાલ્ડ બ્રુઈસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકેલ હોસીન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોનસન
  • સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મારક રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, શાકિબ હુસૈન, પ્રફુલ હિંજ.

આ પણ વાંચો - CSKVsSRH : ચેન્નાઇનો સ્કોર 180 પહોંચ્યો, એક પણ અડધી સદી નહીં

Tags :
Advertisement

.

×