CSKVsSRH : ચેન્નાઇનો સ્કોર 180 પહોંચ્યો, એક પણ અડધી સદી નહીં
- CSKVsSRH વચ્ચે ચેપોક ખાતે ખેલાઇ રહ્યો છે જંગ
- ચેન્નાઇની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
- આજની મેચ બંને ટીમો માટે પ્લેઓફમાં મહત્વપૂર્ણ
CSKVsSRH : IPL 2026 માં, આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ (Chennai Stadium) ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇએ બેટિંમાં 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવતા 180 રન બનાવ્યા છે. અને હૈદરાબાદની ટીમને જીતવા માટે 181 રનનું લક્ષ્યાંક મુક્યું છે. અત્રે નોંધનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેનો આ મુકાબલો ફક્ત બે પોઈન્ટ માટેનો જંગ નથી, પરંતુ પ્લેઓફની સંભાવના પણ છે. ગાયકવાડે જણાવ્યું હતું કે તેમની ટીમમાં એક ફેરફાર છે, પરંતુ ધોની રમવા માટે યોગ્ય નથી. દરમિયાન, કમિન્સે જણાવ્યું હતું કે તેમની ટીમમાં કોઈ ફેરફાર નથી.
આ પણ વાંચો - પાકિસ્તાન સામે બાંગ્લાદેશના Mushfiqur Rahim નો 'મહા-રેકોર્ડ', ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ!
CSKVsSRH, બંને ટીમોની પ્લેઓફની સ્થિતિ
ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમે સતત ત્રણ જીત સાથે નોંધપાત્ર વાપસી કરી હતી, પરંતુ તેમની છેલ્લી મેચમાં ભારે હારથી પ્લેઓફમાં જવાનો તેમનો માર્ગ મુશ્કેલ બન્યો છે. દરમિયાન, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો SRH આજની મેચ જીતે છે, તો તેઓ સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. આવી સ્થિતિમાં, બંને ટીમો વચ્ચે નજીકની સ્પર્ધાની અપેક્ષા છે.
બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન
- ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, દેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકેલ હોસીન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન
- સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મૃતિ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, શાકિબ હુસૈન, પ્રફુલ હિંજ.
આ પણ વાંચો - Indian Women's Hockey : ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ, જાણો શું છે મહત્વ !


