Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL Eliminator : RR નો સ્કોર 243, વૈભવ સુર્યવંશી-ધ્રુવ જુરેલની ફટકાબાજી

IPL Eliminator મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ માટે બંને ટીમોએ પોતાના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે, જેમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં રવિન્દ્ર જાડેજા અને હૈદરાબાદના પ્રફુલ હિંગેને પરત ફર્યા છે.
ipl eliminator   rr નો સ્કોર 243  વૈભવ સુર્યવંશી ધ્રુવ જુરેલની ફટકાબાજી
Advertisement

IPL Eliminator : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી (IPL 2026) સીઝનની એલિમિનેટર મેચ (Eliminator Match) સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સ્કોર 20 ઓવરમાં 8 વિકેટો ગુમાવતા 243 પહોંચ્યો હતો. રાજસ્થાન વતી રમતા વૈભવ સુર્યવંશીએ 29 બોલમાં 57 રન અને ધ્રુવ જુરેલે 21 બોલમાં 50 રન બનાવ્યા હતા, અને ટીમને મજબૂત ટેકો કરી આપ્યો હતો. અને સામે હૈદરાબાદની ટીમને જીતવા માટે 244 રનનો માતબર સ્કોર આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ મેચ માટે બંને ટીમોએ પોતાના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે, જેમાં રાજસ્થાન રોયલ્સમાં રવિન્દ્ર જાડેજા અને હૈદરાબાદના પ્રફુલ હિંગેને પરત ફર્યા છે.

IPL Eliminator, બંને ટીમોનું હારજીતનું સરવૈયું

બંને ટીમોની પ્લેઓફમાં પરત ફરવાની વાત કરીએ તો, હૈદરાબાદે સરળતાથી પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ લીગ સ્ટેજમાં 14 મેચ રમી, જેમાં નવમાં જીત મેળવી છે, અને ફક્ત પાંચમાં જ હાર્યું છે. હૈદરાબાદ 18 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું. દરમિયાન, રાજસ્થાન રોયલ્સની સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવ્યો, 16 પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું.

Advertisement

IPL Eliminator, હૈદરાબાદનો હાથ ઉપર

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે આ સીઝનના લીગ સ્ટેજ દરમિયાન બે મેચ રમી, જેમાં હૈદરાબાદની ટીમે બંને મેચ આરામથી જીતી હતી. IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સ્પષ્ટપણે ઉપર છે, તેણે રાજસ્થાન રોયલ્સ સામે કુલ 23 મેચ રમી છે, જેમાં બાદમાં તેમાંથી 14 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને 9 જીતી છે.

Advertisement

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

સનરાઈઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મૃતિ ઐયર રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, શાકિબ હુસૈન, પ્રફુલ હિંજ.

રાજસ્થાન રોયલ્સ - યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), દુનિવાન ફરેરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બ્રજેશ શર્મા, યશ રાજ પુંજા.

આ પણ વાંચો - IPL 2026 Eliminator : Vaibhav Sooryavanshi એ તોડ્યો Chris Gayle નો ઐતિહાસિક રેકોર્ડ

Tags :
Advertisement

.

×