Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL Eliminator : SRH ઓલઆઉટ, એક પણ અડધી સદી નહીં !

IPL Eliminator માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 243 રન બનાવ્યા હતા. જો કે, હૈદરાબાદ માટેની શરૂઆત જોઇએ તેવી થઇ નહતી, અને મોટાભાગના દિગ્ગજો સસ્તામાં પેવેલિયન જતા રહ્યા હતા.
ipl eliminator   srh ઓલઆઉટ  એક પણ અડધી સદી નહીં
Advertisement

IPL Eliminator : ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19મી સીઝનની એલિમિનેટર મેચ (Eliminator Match) સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 243 રન બનાવ્યા હતા. આ મેચમાં હૈદરાબાદ 196 રને અંતિમ ઓવરમાં ઓલઆઉટ થયું હતું.

IPL Eliminator, પહેલી ઇનિંગનું સરવૈયું

રાજસ્થાન રોયલ્સે આ મેચમાં ઉજ્જવળ શરૂઆત કરી, જેમાં વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ, યશસ્વી જયસ્વાલ નિષ્ફળ ગયો, અને 29 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. 137 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવ્યા બાદ, રાજસ્થાન રોયલ્સની ઇનિંગ ધ્રુવ જુરેલ અને રિયાન પરાગે સ્થિર કરી, જેમણે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં 50 રનની ઇનિંગ રમીને ધ્રુવ જુરેલ પેવેલિયન પાછો ફર્યો, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની વિકેટો અચાનક ઝડપથી પડવા લાગી હતી. રાજસ્થાન રોયલ્સ 243 રનનો માતબર સ્કોર બનાવી શક્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગેએ ત્રણ વિકેટ લીધી જ્યારે નીતિશ રેડ્ડી, ઇશાન મલિંગા અને શિવંગ કુમારે એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

બંને ટીમોનો રેકોર્ડ

આ સિઝનના લીગ તબક્કા દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં હૈદરાબાદની ટીમ બંને મેચ સરળતાથી જીતવામાં સફળ રહી હતી. જો આપણે IPLમાં બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ, તો તેમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદનો હાથ સ્પષ્ટપણે ઉપર છે, જેમાં તેઓએ રાજસ્થાન રોયલ્સ સામે કુલ 23 મેચ રમી છે અને તેમાંથી, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 14 મેચ જીતવામાં સફળ રહી છે જ્યારે રાજસ્થાને 9 મેચ જીતી છે.

Advertisement

આ પણ વાંચો - Virat Anushka: RCB ની ફાઈનલમાં એન્ટ્રી, વિરાટ-અનુષ્કાના પ્રેમે જીત્યું ફેન્સનું દિલ!, જૂઓ Viral Video

Tags :
Advertisement

.

×