IPL 2026 : KKR Vs PBKS ની મેચમાં વરસાદનું વિધ્ન, મેચ રોકવી પડી
- IPL 2026, આજે કોલકાતા અને પંજાબ વચ્ચે જંગ
- શરૂઆતની ઓવરમાં જ વરસાદ વિધ્ન બન્યું છે
- વરસાદના કારણે મેચ થોભાવી દેવામાં આવી છે
IPL 2026 : IPL 2026 ની 12મી મેચમાં ઇડન ગાર્ડન્સ ખાતે પંજાબ કિંગ્સ (PBKS) સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો (KKR) શરૂઆત ખરાબ રહી છે. કોલકાતાએ ફિન એલન અને કેમેરોન ગ્રીનને એક જ ઓવરમાં ગુમાવ્યા છે. ઝેવિયર બાર્ટલેટે બંનેને આઉટ કર્યા છે. વરસાદને કારણે મેચ હાલમાં રોકાઈ ગઈ છે. હાલમાં કોલકાતાની સ્થિતી 3.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવતા 25 રન પર થોભાઇ છે. મેદાનને પાણીથી બચાવવા માટે કવર કરી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો ---------- MS Dhoni એ મેદાનમાં પરત ફરતા પહેલા 'અગ્નિ પરીક્ષા' આપવી પડશે !
IPL 2026, ટીમમાં થયેલા ફેરફાર
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ દરમિયાન એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. શરૂઆતથી જ મેચ વરસાદના પડછાયા હેઠળ હતી, અને તેણે ટોસ જીતીને વાદળછાયું વાતાવરણમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે બેટિંગ મુશ્કેલ બની ગઈ છે. કોલકાતાના કેપ્ટને જાહેરાત કરી કે, બે ઈજાગ્રસ્ત ખેલાડીઓને કારણે ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રહાણેએ ટોસ પર જણાવ્યું હતું કે, વરુણ ચક્રવર્તી પાછલી મેચ દરમિયાન કેચ લેતી વખતે ઘાયલ થયો હતો. વધુમાં, સુનીલ નારાયણને ઈજા થઈ હતી. આનો અર્થ એ થયો કે ટીમ બંને ફ્રન્ટલાઈન સ્પિનરો વિના છે, જ્યારે શ્રેયસ ઐયરે જણાવ્યું હતું કે તેમની ટીમે કોઈ ફેરફાર કર્યા નથી.
બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન
- પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જોન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
- કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, નવદીપ સૈની, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી
આ પણ વાંચો ---------- Drinks Break Controversy : 'બોટલ કાંડ' માં અમ્પાયર પર ભડક્યા કેપ્ટન, રિએક્શન વાયરલ


