Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DCVsKKR : કોલકાતાની ટીમ ઓલઆઉટ, શરમજનક હાર !

DCVsKKR વચ્ચે કોલકાતામાં જંગ ખેલાઇ રહ્યો છે. પ્રથમ ઇનિગમાં કેએલ રાહુલે 30 બોલમાં 60 રન બનાવ્યા હતા, અને અક્ષર પટેલે 25 બોલમાં 39 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ મિલરે 19 બોલમાં 28 રન બનાવ્યા હતા. અન્ય ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી, જ્યારે અનુકુલ રોય, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી.
dcvskkr   કોલકાતાની ટીમ ઓલઆઉટ  શરમજનક હાર
Advertisement

DCVsKKR : IPL 2026 લીગ સ્ટેજનો 70 મી અને અંતિમ મેચ આજે, રવિવારે, 24 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ રહ્યી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. આ મેચમાં કોલકાતાની ટીમ ઓલઆઉટ થઇ છે. અને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

DCVsKKR, વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી

પ્રથમ ઇનિગમાં ઉતરતા દિલ્હી તરફથી કેએલ રાહુલે 30 બોલમાં 60 રન બનાવ્યા હતા, અને અક્ષર પટેલે 25 બોલમાં 39 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ મિલરે 19 બોલમાં 28 રન બનાવ્યા હતા. અન્ય ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી, જ્યારે અનુકુલ રોય, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

DCVsKKR, દિલ્હી કેપિટલ્સ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર

શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લીગ સ્ટેજની આ અંતિમ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ KKR પ્લેઓફની દોડમાં યથાવત છે, અને કોઈપણ કિંમતે જીત મેળવવાનો લક્ષ્ય રાખશે. દરમિયાન, અક્ષર પટેલના નેતૃત્વ હેઠળની દિલ્હી કેપિટલ્સ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બંને ટીમોના વર્તમાન પ્રદર્શનને જોતાં, KKR અને DC એ આ સિઝનમાં છ-છ મેચ જીતી છે.

Advertisement

બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન

  • કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), મનીષ પાંડે, કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, તેજસ્વી દહિયા (વિકેટકીપર), અનુકુલ રોય, સુનીલ નારાયણ, સૌરભ દુબે, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી.
  • દિલ્હી કેપિટલ્સ: અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), સાહિલ પારખ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, માધવ તિવારી, આકિબ નબી દાર, મિશેલ સ્ટાર્ક, લુંગી એનગીડી.

આ પણ વાંચો - ગુજરાતમાં ફૂટબોલ રમતના પ્રોત્સાહન પર ભાર મુકતા MP Parimalbhai Nathwani

Tags :
Advertisement

.

×