Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MIVsKKR : કોલકાતાની ટીમની જીત, મનીષ પાંડેએ ચોગ્ગા વરસાવ્યા

MIVsKKR વચ્ચે ઇડન ગાર્ડન્સમાં ખેલાયો જંગ, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી MI ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. મુંબઈના ટોચના 3 બેટ્સમેન માત્ર 23 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. રોહિત શર્માએ 15 રન બનાવ્યા અને રાયન રિકેલ્ટન 6 રન બનાવ્યા. ત્રીજા નંબરે આવતા, નમન ધીર ખાતું ના ખોલાવી શક્યો, અને ત્રણ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો.
mivskkr   કોલકાતાની ટીમની જીત  મનીષ પાંડેએ ચોગ્ગા વરસાવ્યા
Advertisement
  • MIVsKKR વચ્ચે ઇડન ગાર્ડન્સમાં ખેલાયો જંગ
  • મુંબઇના ભાગે પહેલા બેટિંગ આવી હતી
  • કોલકાતાની ટીમે અનેક દિગ્ગજોને વહેલા પરત મોકલ્યા

MIVsKKR : કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) IPL 2026 ની 65 મી મેચમાં આમને-સામને છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. KKR એ 18.5 ઓવરમાં મેચ જીતી લીધી છે. આ મેચમાં મનીષ પાંડેએ સૌથી વધુ ચોગ્ગા વરસાવ્યા છે.

આ પણ વાંચો - Mohammed Shami vs Hasin Jahan: 1 લાખના ચેક બાઉન્સ કેસમાં અલીપોર કોર્ટનો મોટો ફેંસલો

Advertisement

MIVsKKR, હાર્દિક અને તિલકનો ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. મુંબઈના ટોચના 3 બેટ્સમેન માત્ર 23 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. રોહિત શર્માએ 15 રન બનાવ્યા અને રાયન રિકેલ્ટન 6 રન બનાવ્યા. ત્રીજા નંબરે આવતા, નમન ધીર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં અને ત્રણ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, 49 બોલમાં 43 રન ઉમેર્યા હતા. જોકે, આ મેચમાં આ બંને બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી હતી. અંતે, કોર્બિન બોશે 18 બોલમાં 32 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

Advertisement

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

  • કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, સૌરભ દુબે
  • મુંબઈ ઈન્ડિયન્સઃ રેયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બોશ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, રઘુ શર્મા

આ પણ વાંચો - sanju Samson અને Heinrich Klaasen વચ્ચે મહાવિવાદ બાદ મોટો ટ્વિસ્ટ! જુઓ બંનેએ શું કહ્યું?

Tags :
Advertisement

.

×