MIVsRCB : MI ના મોંઢેથી કોળિયો છીનવાયો, RCB ની જીત
- MIVsRCB વચ્ચે રાયપુરમાં ખેલાઇ રહ્યો છે જંગ
- મુંબઇની ટીમના ભાગે પ્રથમ બેટિંગ આવી હતી
- મુંબઇની ટીમના દિગ્ગજો સસ્તામાં પરત ફર્યા હતા
MIVsRCB : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19 મી સીઝનની 54 મી લીગ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં 167 રનોનું ટાર્ગેટ મેળવવામાં બેંગલુરૂની ટીમને સફળતા મળી છે. અંતિમ બોલ પર બાજી પલટાઇ ગઇ છે. કૃણાલ પંડ્યાએ ટીમને મજબૂત ટેકો કરી આપ્યો હતો.
MIVsRCB, પહેલી ઇનિંગનું સરવૈયું
પહેલી ઇનિંગમાં ટોસ હાર્યા બાદ, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. આ મેચમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, કારણ કે, તેઓએ 28 રનના સ્કોર પર ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તિલક વર્મા અને નમન ધીરે ચોથી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરીને ટીમને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મેચમાં નમન ધીર 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે તિલક વર્મા 57 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યા હતા. આ મેચમાં RCB તરફથી ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે જોશ હેઝલવુડ, રસિક સલામ દાર અને રોમારિયો શેફર્ડે એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો - IPL 2026 ના ઈતિહાસમાં ગુજરાતી ખેલાડીનો ડંકો, ઉર્વિલ પટેલે IPL માં ફાસ્ટેસ્ટ ફિફ્ટીની કરી બરાબરી
MIVsRCB, અત્યાર સુધીની સ્થિતિ
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સનો પરાજય તેમના માટે મોંઘો સાબિત થશે તે નિશ્ચિત છે. હાલમાં RCB પાસે 10 મેચોમાં 12 પોઈન્ટ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાસે 10 મેચોમાં ફક્ત 6 પોઈન્ટ છે. આ મેચમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમી રહી છે, જેમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યા છે.
બંને ટીમો માટે પ્લેઈંગ ઇલેવન
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - વિરાટ કોહલી, જેકબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.
- મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બિન બોશ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર.
આ પણ વાંચો - LSGVsCSK : હોમગ્રાઉન્ડ પર CSK ની જીત, ઉર્વિલ પટેલનો મજબૂત ટેકો


